હોળી-ધૂળેટીના તહેવાર દરમ્યાન અકસ્માતો અને આકસ્મિક ઘટનાઓ સામે પહોંચી વળવા 108ની ટીમ ખળે પગે રહેશે તેમજ કેટલીક 108 એમ્બ્યુલન્સ જાહેર સ્થળો ઉપર સ્ટેન્ડ બાય રાખવા પણ આદેશ અપાયો છે.
આવતીકાલે હોળી અને સોમવારે ધૂળેટીના તહેવાર નિમિતે અને કોરોનાના વધતાં સંક્રમણને ધ્યાને લઇ જામનગર 108ના મેનેજર જયદેવસિંહ જાડેજા અને તેમની ટીમ ખડેપગે રહેશે. તહેવારો દરમ્યાન ઇમર્જન્સીમાં દરરોજ કરતાં 20% વધારો થતો હોવાથી દરેક સ્ટાફની રજા કેન્સલ કરી નાખવામાં આવી છે અને જરૂરીયાતમંદોને તરત જ સારવાર મળી રહે તે હેતુ અમુક 108 એમ્બ્યુલન્સ જાહેર સ્થળો પર સ્ટેન્ડ બાય રાખવા આદેશ આપ્યા છે. કોરોના મહામારીમાં જરુર વગર બહારનો નીકળવું અને સોશિયલ ડિસ્ટન્સ રાખવા અપીલ કરવામાં આવી છે.