જામનગર શહેરમાં બુધવારની રાત્રિના સમયે નશામાં ધુત એક ટેન્કર ચાલકે તેનું ટેન્કર કોમલનગર વિસ્તારમાં ઘુસી જતા વીજથાંભલા સાથે અથડાતા અકસ્માત થયો હતો. જો કે સદનસીબે કોઇ જાનહાની થઈ ન હતી.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં ગત રાત્રિના સમયે એક ટેન્કરચાલક નશાની હાલતમાં ગુગલ મેપના આધારે ટેન્કર ચલાવી રહ્યો હતો. તે દરમિયાન આંબેડકરન બ્રીજ નીચે આવેલા કોમલનગર વિસ્તારમાં ઘુસી જતાં અફડાતફડી જેવો માહોલ થઈ ગયો હતો. જો કે સદનસીબે ટેન્કર વીજપોલ સાથે અથડાતા અકસ્માતમાં વીજપોલમાં જ નુકસાન પહોંચ્યું હતું. અકસ્માતની ઘટનાની જાણ લોકોએ પોલીસમાં કરી હતી અને ત્યારબાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે સ્થાનિક લોકોએ નશામાં ધૂત ટેન્કરચાલકને પોલીસને સોંપી આપ્યો હતો. જેના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.