Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયતામિલનાડુ સરકારે રઘુરામ રાજનને બનાવ્યા મુખ્ય આર્થિક સલાહકાર

તામિલનાડુ સરકારે રઘુરામ રાજનને બનાવ્યા મુખ્ય આર્થિક સલાહકાર

- Advertisement -

ભારતીય રિઝર્વ બેંકના પૂર્વ ગર્વનર રઘુરામ રાજન તામિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિનના આર્થિક સલાહકાર પરિષદના પ્રમુખ હશે. રધુરામ રાજન વર્ષ 2013 થી 2016 સુધી આરબીઆઇના ગવર્નર રહ્યા હતા. અને હવે તેઓને તામિલનાડુ સરકારે મોટી જવાબદારી સોંપી છે. તામિલનાડુ સરકારે રાજ્યના આર્થિક મુદ્દાઓ માટે આર્થિક સલાહકાર પરિષધનું ગઠન કરવાનું એલાન કર્યું છે. જેમાં રધુરામ રાજન, એસ્થર ડુફ્લો અને ડો. અરવિંદ સુબ્રમણ્યમ સહિત અનેક આર્થિક એક્સપર્ટોને સ્થાન આપવામાં આવ્યું છે. આ આથિંક વિશેષજ્ઞોને મુખ્યમંત્રીના આથિંક સલાહકાર પરિષદમાં સામેલ કરવા અંગે 21 જૂને તામિલનાડુ વિધાનસભામાં રાજ્યપાલ બનવારીલાલ પુરોહિતના અભિભાષણ દરમિયાન સરકારનો પ્લાન સામે આવ્યો છે.રધુરામ રાજન ઉપરાંત નોબલ એવોર્ડ વિજેતા એસ્થર ડુક્લો, ભારતના પૂર્વ મુખ્ય આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યમ, પૂવ કેન્દ્રય નાણાકોય સચિવ એસ.નારાયણન અને વિકાસ અર્થશાસ્ત્રી દ્રેજ સામેલ છે. ડો. સુબ્રમણ્યમે વ્યક્તગત કારણોને આગળ ધરી નરેન્દ્ર મોદો સરકારમાં સીઈએના પદ પરથી રાજીનામું આપ્યું હતું. કોરોનાની બીજી લહેરને કારણે દેશમાં બગડેલી સ્થિતિને લઈને આરબીઆઈના પૂર્વ ગવર્નર રધુરામ રાજને સરકારની ટીકા કરતાં કહ્યું હતું કે અનેક કારણોને લીધે અનેક જગ્યાઓ પર સરકાર લોકોની મધદ માટે હાજર ન રહી. આ ઉપરાંત કોરોનાના અનેક મુદ્દાઓ પર રધુરામ રાજને કેન્દ્ર સરકાર પર સવાલ ઉઠાવ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular