ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે 10 લાખ વિદ્યાર્થીઓને મફતમાં ટેબલેટ આપવાની જાહેરાત કરી છે. યોગી સરકારે અભ્યુદય યોજના શરુ કરી છે. આ યોજનામાં જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપી રહ્યા છે. તેમને ટેબલેટ ગિફ્ટ આપવામાં આવશે. તાજેતરના બજેટમાં આ જાહેરાત કરવામાં આવી છે. મોટાભાગના યુવાનોએ તેનો લાભ લેવા માટે નોંધણી કરવાની શરૂઆત કરી દીધી છે. આ ઉપરાંત સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કરતા વિદ્યાર્થીઓમાં પરીક્ષાને લઇને ઉતેજના પણ વધી રહી છે.
10 લાખ વિદ્યાર્થીઓને મફતમાં ટેબલેટ આપવા મુદ્દે રાજ્ય કક્ષાની સમિતિના સભ્ય વિભાગીય કમિશનર લખનઉ રંજન કુમારે જણાવ્યું હતું કે ટેબલેટ ગીફ્ટ આપવા માટે પરીક્ષા લેવામાં આવશે અને તે અંગેના નિયમો જાહેર કરવામાં આવશે. તાજેતરમાં આ મંચ દ્વારા લગભગ 5 લાખ વિદ્યાર્થીઓ વિવિધ પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે. અંતર્ગત દરેક વિભાગમાં વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે ફરી એકવાર મફત કોચિંગના ક્લાસની અરજીઓ શરૂ થઈ છે. વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે કોચિંગ લેવા માંગતા હોય તેઓ http://abhyuday.up.gov.in પર નોંધણી કરાવી શકે છે. સિવિલ સર્વિસીસ, જેઇઇ, નીટ, એનડીએ પરીક્ષાઓની કક્ષાની તૈયારી માટેના કોચિંગના ક્લાસ માટે 28 ફેબ્રુઆરીએ રાત્રે 8 વાગ્યા સુધી અરજી કરી શકાશે. આ તારીખ પછી અરજીઓ કરી શકાશે નહીં. અને જે વિદ્યાર્થીઓ પહેલાથી જ ક્લાસ કરી રહ્યા છે તેઓએ ફરીથી અરજી કરવાની રહેશે નહી.