Tuesday, April 16, 2024
Homeરાષ્ટ્રીયલોકો બિનજરૂરી પ્રવાસ ટાળે એટલાં માટે રેલવે ભાડાં વધારવામાં આવ્યા!

લોકો બિનજરૂરી પ્રવાસ ટાળે એટલાં માટે રેલવે ભાડાં વધારવામાં આવ્યા!

ઓછા અંતરની મુસાફરીમાં ભાડાંમાં બમણો વધારો

- Advertisement -

રેલવેએ પેસેન્જર અને ઓછા અંતરની અન્ય ટ્રેનોના ભાડા વધારી દીધા છે. અંદાજે 30 દિવસથી ચુપચાપ વધી ગયેલ રેલવે ભાડા પર રેલવેએ પ્રથમ વખત સ્પષ્ટતા કરી છે કે આ ભાડા એટલા માટે વધારવામાં આવ્યા છે જેથી કોરોનાકાળમાં એવા પ્રવાસીઓને રોકવામાં આવે જેના માટે રેલવે પ્રવાસ જરૂરી નથી. પેસેન્જર ટ્રેનોનોની ટિકીના ભાવ વધારીને મેલ અને એક્સપ્રેસ ટ્રેનના અનરિઝર્વ્ડ ડબ્બાના ભાડા જેટલા કરી દેવામાં આવ્યા છે.

- Advertisement -

રેલવેએ કોરોના કાળ પહેલાના સમયની તુલનામાં 65% મેલ એક્સપ્રેસ ટ્રેન શરૂ કરી દીધી છે. જ્યારે 90% સબઅર્બન ટ્રેન પણ શરૂ થઈ ગઈ છે. હાલમાં રોજ કુલ 326 પેસેન્જર ટ્રેન ચાલી રહી છે. જ્યારે 1250 મેલ/એક્સપ્રેસ ટ્રે અને 5350 સબઅર્બન ટ્રેન ચાલી રહી છે. રેલવેનું કહેવું છે કે હાલમાં ચાલી રહેલ ઓછા અંતરની પેસેન્જર ટ્રેન કુલ પેસેન્જર ટ્રેનના માત્ર 3% જ છે. માટે તેમાં ઘણાં ઓછા પ્રવાસી પ્રભાવિત થઈ રહ્યા છે.
ભાડા વધારા પર રેલવેએ સ્પષ્ટતા કરતાં કહ્યું કે, પ્રવાસી સેવા પર હંમેશા સબસિડી આપવામાં આવે છે અને દરેક રેલવે પ્રવાસીના દરેક પ્રવાસ પર રેલવેને ખોટ જઈ રહી છે. રેલવે ઘણી એવી ટ્રેન ચલાવે છે જેની સીટ ઘણી ઓછી ભરાય છે.

શું રેલવે ફરીથી સામાન્ય રીતે શરૂ થઈ જશે ત્યાર બાદ પેસેન્જર ટ્રેનમાં વધેલ ભાડા પરત લેવામાં આવશે કે નહીં તે મુદ્દે રેલવેના રાષ્ટ્રીય પ્રવક્તા ડીજે નારાયણે કહ્યું કે, આવી સ્થિતિઓ પર સમયે સમયે રિવ્યૂ કરવામાં આવે છે અને જે તે સમયની સ્થિતિ અનુસાર યોગ્ય નિર્ણય લેવામાં આવશે.
ભાડા વધારા મામલે રેલવેએ કહ્યું કે, ભાડામાં વધારો ટકાવારીમાં જોશો તો વધારે લાગશે કે કારણ કે 20 કિલોમીટરના અંદર પર બે સ્ટેશનની વચ્ચે જો ટિકીટ 10 રૂપિયા હતી તો હવે 20 રૂપિયામાં મળશે. પરંતુ જો 150 કિલોમીટરના અંતર વચ્ચેના બે સ્ટેશનની વચ્ચે ભાડાની વાત કરીએ તો તે માત્ર 10 ટકા જેટલા જ હશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular