કાલાવડ તાલુકાના નાની વાવડી ગામની સીમમાં આવેલા ખેતરમાં મજૂરી કામ કરતા યુવકે તેની પત્નીએ ધરાર વાડીએ મોકલી દીધા હોવાથી લીમડાના ઝાડમાં દોરડા વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
મળતી વિગત મુજબ, દાહોદ જિલ્લાના મિનાકીયા ગામના વતની અને હાલ કાલાવડ તાલુકાના નાની વાવડી ગામમાં લાલજીભાઈ પાંભરના ખેતરમાં મજૂરી કામ કરતા સંજય મુકેશભાઈ જાદવ (ઉ.વ.22) નામના યુવક અને તેના ભાઈ સાંઇરામ રાત્રિના સમયે પાણી વારતા હતાં ત્યારે સંજયની પત્ની રોશનીબેને દિયર સાંઇરામને સુઇ જવાનું કહ્યું હતુ અને તેના ભાઈ સાથે રહેવાનું કહેતા સંજય અને તેના ભાઈ બન્નેને ધરારથી વાડીના મકાને મોકલી દીધા હતાં. જેથી તામશી મગજના સંજયએ રવિવારે વહેલીસવારના સમયે લીમડાના ઝાડમાં દોરડામાં વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગેની મૃતકની પત્ની રોશનીબેન દ્વારા જાણ કરાતા હેકો જે.એચ. પાગદાર તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહને પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.