ઉત્તરપ્રદેશના મિરઝાપુરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક શાળામાં અભ્યાસ કરતાં ધો-2ના વિદ્યાર્થીએ માફી ન માંગતા પ્રિન્સિપાલે સ્કૂલના સૌથી ઉપરના માળે ઊધા માથે ટિંગાડ્યો હતો. આ ઘટનાનો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસે સ્કૂલના પ્રિન્સિપાલની ધરપકડ કરી લીધી છે.
મિરઝાપુરની એક શાળામાં ધો.2માં અભ્યાસ કરતતો સોનુ યાદવ નામનો વિદ્યાર્થી સ્કૂલમાં બપોરની રિશેષ દરમિયાન અન્ય વિદ્યાર્થીઓ સાથે રમી રહ્યો હતો ત્યારે સોનુએ તેના જ વર્ગના એક વિદ્યાર્થીને બચકું ભરી લીધું હતું. બાદમાં પ્રિન્સિપાલે ધો.2માં અભ્યાસ કરતા સોનુને સ્કૂલના સૌથી ઉપરના માળેથી તેના બંને પગ પકડીને ઊંધે માથે લટકાવ્યો હતો અને જો માફી નહિ માગે તો નીચે ફેંકી દેવાની ધમકી આપી હતી. પરંતુ અન્ય છોકરાઓ ટોળે વળીને બુમો પાડવા લગતા પ્રિન્સિપાલે તેને છોડી મુક્યો હતો. આ ઘટનાની જાણ થતા જ સ્કૂલના પ્રિન્સિપાલની ધરપકડ કરવામાં આવી છે.