રોકાણકાર મિત્રો, આનંદ ને…!!!
ગત સપ્તાહે યુક્રેન – રશિયા વચ્ચે યુદ્વની કટોકટી વકરતાં અને રશિયાએ યુરોપના સૌથી મોટા ન્યુક્લિયર પ્લાન્ટ પર હવાઈ હુમલો કરતાં વિશ્વની ચિંતા વધતાં અને બીજી તરફ અમેરિકાની રશિયાને શરતી પ્રતિબંધો ઉઠાવી લેવાની ઓફર વચ્ચે યુદ્વ વધુ આક્રમક બનવાના જોખમે વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેરબજારમાં સપ્તાહના આરંભમાં બ્લેક મન્ડે જેવો માહોલ જોવા મળ્યો હતો.
વિશ્વભરમાં વધી રહેલા ફુગાવા – મોંઘવારીના આંકને લઈ દરેક દેશો ચિંતિત હોવાથી અને ક્રુડ ઓઈલમાં ઓપેક દેશો દ્વારા ઉત્પાદનમાં વધારો કરવાનો નિર્ણય લેવાયા છતાં ક્રુડના ભડકે બળતાં ભાવ સાથે ખાદ્ય ચીજોનો ફુગાવો – મોંઘવારી વધવા લાગતાં સ્ટીલના ભાવમાં જંગી વધારા અને હવે ભારતમાં પેટ્રોલ, ડિઝલના ભાવમાં ટૂંકાગાળામાં જ વધારો કરવો અનિવાર્ય હોવાનો અહેવાલ વચ્ચે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા આગામી ધિરાણ નીતિ સમીક્ષાના નિર્ણયમાં વ્યાજ દરમાં વધારો કરવામાં આવે એવી શકયતાના અહેવાલોએ ભારતીય શેરબજારમાં સાર્વત્રિક કડાકો જોવા મળ્યો હતો, જો કે સપ્તાહના અંતે પાંચ રાજયોની વિધાનસભા ચૂંટણીઓમાં ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, મણીપુર અને ગોવામાં ભાજપની સ્પષ્ટ બહુમતી મળતા પોઝિટીવ અસરે અને યુક્રેન-રશિયા વચ્ચે યુદ્વનો એકંદર વિરામ ચાલી રહ્યો હોઈ વૈશ્વિક બજારોમાં તેજીની રાહે ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી હતી.
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો….
રશિયા – યુક્રેનના યુદ્ધના પગલે ક્રૂડ ઓઇલની પ્રતિકુળ અસરોને ધ્યાનમાં રાખી વૈશ્વિક રેટિંગ એજન્સી ક્રેડિટ સ્વીસે ભારતીય અર્થતંત્રનું રેટિંગ ‘ઓવરવેઈટ’ થી ડાઉનગ્રેડ કરીને ‘અંડરવેઈટ’ કર્યુ છે. રશિયામાંથી સપ્લાય અટકવાની દહેશતે વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલની કિંમત ઉછળીને ૧૪૦ ડોલર પ્રતિ બેરલની ૧૪ વર્ષની ઉંચી સપાટીને વટાવી ગઇ છે. ક્રૂડ ઓઇલમાં લાલચોળ તેજી અને રૂપિયાના મૂલ્યમાં ઘોવાણથી ભારતમાં પેટ્રોલ-ડીઝલની કિંમત વધીને રૂ.૨૦૦ પ્રતિ લિટર થવાની આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. ક્રેડિટ સ્વીસે જણાવ્યુ કે, ભારતના રેટિંગમાં કરાયેલુ ડાઉનગ્રેડ એ ‘વ્યૂહાત્મક’ છે. ક્રૂડ ઓઇલની કિંમતમાં આવેલા ઉછાળાને લીધે રેટિંગ ઘટાડવામાં આવ્યું છે. ક્રૂડ ઓઇલની ઉંચી કિંમતો ભારતની રાજકોષીય ખાધ અને ચાલુ ખાતાની ખાધની સમસ્યાને ગંભીર બનાવશે તેમજ શેરબજારમાં મોટુ દબાણ ઉભુ કરશે. ઉપરાંત ક્રૂડ, મેટલ અને ખાદ્યચીજોના ભાવ આસમાને પહોંચતા સમગ્ર દુનિયામાં મોંઘવારી માઝા મૂકશે તેવી અટકળો અમેરિકાની મધ્યસ્થ બેન્કે ઝડપથી વ્યાજદરમાં વધારો કરવા માટે ફરજ પડી છે.
રેટિંગ એજન્સીએ કહ્યુ કે, હજુ પણ શેર દીઠ કમાણી રિવિઝન અને ક્રેડિટ પ્રોપર્ટી સાઇકલમાં ભારતની સ્થિતિ સારી દેખાઇ રહી છે. ભારતીય બજારમાંથી કરેલ કમાણી ચાઈનીઝ બજારમાં રોકશે. એશિયામાં ક્રૂડ ઓઈલને લઈને ભારતીય બજાર ખૂબ જ સંવેદનશીલ છે. ફિલિપાઇન્સનું બજાર પણ ક્રૂડ ઓઇલની કિંમતથી અત્યંત પ્રભાવિત થયુ છે. અતિશય ઉંચી વેલ્યૂએશન પણ ટૂંકા ગાળા માટેનું જોખમ છે. ૧૨૦ ડોલર પ્રતિ બેરલનું ક્રૂડ ઓઇલ ભારતના ઇમ્પોર્ટ બીલમાં ૬૦ અબજ ડોલરનો વધારો કરી શકે છે. ગેસ, કોલસા, ખાદ્યતેલો અને ખાતરનો ભાવવધારો તેમાં ૩૫ અબજ ડોલરનો નવો બોજો લાદશે, પરિણામે મોંઘવારી ૧% વધી શકે છે. જો ક્રૂડ ઓઇલ ૧૨૦ ડોલરની ઉપર રહે તો ભારતની ચાલુ ખાતાની ખાધ જીડીપીના ૩%ની નજીક પહોંચી જશે.
મિત્રો, નાણાકીય વર્ષ ૨૦૨૧ – ૨૨માં સ્થાનિક તેમજ વિદેશી સંસ્થાકીય રોકાણકારો દ્વારા….
કોરોનાના કાળમાં દેશની ઈક્વિટીઝમાં વિદેશી રોકાણકારોએ ઠાલવેલા નાણાંમાંથી ૫૦% નાણાં છેલ્લા પાંચ મહિનામાં પાછા ખેંચી લીધા છે. ગયા વર્ષના ઓકટોબરથી એફપીઆઈસ દેશની ઈક્વિટીઝમાંથી પોતાનું રોકાણ સતત પાછું ખેંચી રહી છે. યુક્રેન – રશિયા યુદ્ધના પ્રારંભ બાદ વિદેશી રોકાણકારોની આક્રમક વેચવાલી આવી છે. ક્રુડ તેલના ભાવમાં જોરદાર વધારાને પગલે ફુગાવો વધવાની ચિંતા વચ્ચે ૩.૨૦ ટ્રિલિયન ડોલરવાળા ભારતીય શેરબજારમાં વિદેશી રોકાણકારોની જંગી વેચવાલી જોવા મળી રહી છે. ગયા વર્ષના ઓકટોબરમાં જ્યારે બીએસઈ સેન્સેકસ ઓલટાઈમ હાઈ સપાટીએ હતો ત્યારથી એફપીઆઈ સતત વેચવાલ રહ્યા હોવાનું પ્રાપ્ત આંકડા પરથી જણાય છે. ભારત તેની ક્રુડ તેલની ૮૫% જરૂરિયાત આયાત દ્વારા પૂરી કરે છે. આવી સ્થિતિમાં ક્રુડ તેલના ઊંચા ભાવ રૂપિયા પર દબાણ લાવવા ઉપરાંત ફુગાવો વધવાની પણ ચિંતા વધી છે.
ગયા સપ્તાહમાં ૨.૯૦ અબજ ડોલરની વેચવાલી બાદ વિદેશી રોકાણકારોએ વર્તમાન સપ્તાહમાં પણ બે અબજ ડોલરથી વધુની વેચવાલી કરી છે. ગયા વર્ષના ઓકટોબરથી અત્યારસુધીમાં ભારતીય શેરબજારોમાંથી વિદેશી રોકાણકારોએ ૧૯ અબજ ડોલરથી વધુની રકમ પાછી ખેંચી લીધી છે જે માર્ચ ૨૦૨૦ બાદ ભારતીય ઈક્વિટીઝમાં એફપીઆઈના આવેલા ઈન્ફલોઝના ૫૦% જેટલી રકમ થવા જાય છે. આનો અર્થ એફપીઆઈ દ્વારા દેશના શેરબજારોમાં કોરોનાના કાળમાં નીચા ભાવે ઠાલવેલા નાણાંમાંથી અડધોઅડધ પાછા ખેંચી લીધા છે. હાલનો આઉટફલોઝ ૨૦૦૮ની નાણાંકીય કટોકટીના સમયે જોવા મળેલા આઉટફલોઝ કરતા પણ વધુ હોવાનું અહેવાલમાં જણાવાયું હતું. વિદેશી રોકાણકારોની સતત વેચવાલી સામે ઘરેલું સંસ્થાકીય રોકાણકારોની જંગી ખરીદીને કારણે શેરબજારોને ટેકો મળી રહ્યો છે. ગયા વર્ષના ઓકટોબરથી વિદેશી રોકાણકારોએ ત્રણ અબજ ડોલરની ખરીદી કરી છે. યુદ્ધને કારણે ભારતીય કંપનીઓની આવક આગામી બે ત્રિમાસિક ગાળા સુધી દબાણ હેઠળ રહેવાની ધારણાં રાખવામાં આવે છે.
બજારની ભાવી દિશા…. મિત્રો, રશિયા અને યુક્રેન વચ્ચે તણાવની સ્થિતિ હવે યુદ્ધમાં ફેરવાઈ ગઈ છે. અમેરિકા સહિત દુનિયાના તમામ દેશોની નજર રશિયા અને યુક્રેન વચ્ચેના આ યુદ્ધ પર ટકેલી છે. બંને દેશો વચ્ચે જે યુદ્ધ છેડાયું તે વેપારની દ્રષ્ટિએ પણ સમગ્ર વિશ્વ માટે ચિંતાનો વિષય છે. ભારત અને યુક્રેન વચ્ચે મજબૂત વેપાર સંબંધો છે. પરંતુ આ યુદ્ધના કારણે બંને દેશોના વેપાર સંબંધો પર ખરાબ અસર થવાની સંભાવના છે. યુએન કોમટ્રેડ ડેટા અનુસાર, વર્ષ ૨૦૨૦માં ભારત યુક્રેન માટે ૧૫મું સૌથી મોટું નિકાસ બજાર હતું અને ફાર્માસ્યુટિકલ ઉત્પાદનો માટેનું બીજું સૌથી મોટું આયાત બજાર હતું. બીજી તરફ, યુક્રેન ભારત માટે ૨૩મું સૌથી મોટું નિકાસ બજાર અને ૩૦મું સૌથી મોટું આયાત બજાર છે. એકંદરે, ભારત અને યુક્રેન વચ્ચે કરોડો ડોલરનો વેપાર છે, જે યુદ્ધને કારણે પ્રતિકૂળ અસર કરશે અને ઘણી વસ્તુઓના ભાવમાં પણ વધારો કરશે. જો આ દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધની અસર માત્ર રશિયા અને યુક્રેન પર જ નહીં પરંતુ ભારત સહિત વિશ્વના તમામ દેશો પર પડશે, તેથી આગામી દિવસોમાં બે તરફી અફડાતફડી સાથે દરેક ઉછાળે સાવચેતી જરૂરી બની રહેશે. બાકી મારી અંગત સલાહ મુજબ તબક્કાવાર નફો બુક કરે એ શાણો રોકાણકાર…કેમ ખરું ને..!!!
નિફ્ટી ફ્યુચર બંધ :- ( ૧૬૬૫૬ ) :- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૬૩૭૩ પોઇન્ટના પ્રથમ અને ૧૬૧૬૦ પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે ૧૬૭૩૭ પોઇન્ટથી ૧૬૮૦૮ પોઇન્ટ, ૧૭૦૦૭ પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૧૭૦૦૭ પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!
બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ :- ( ૩૪૬૦૫ ) :- આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૪૦૦૪ પોઇન્ટના પ્રથમ અને ૩૩૮૦૮ પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસ ટ્રેડિંગ સંદર્ભે ૩૪૭૩૭ પોઇન્ટથી ૩૪૯૦૯ પોઇન્ટ, ૩૫૦૦૮ પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૫૦૦૮ પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!
હવે જોઇએ અંગત અભિપ્રાયરૂપી સાપ્તાહિક સ્ટોક……
૧) હિન્દુસ્તાન ઓઈલ એક્સપ્લોરેશન ( ૨૨૦ ) :- એક્સપ્લોરેશન & પ્રોડ્યૂકશન ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૨૦૩ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૯૭ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૨૩૨ થી રૂ.૨૪૦ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે….!! રૂ.૨૪૭ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
૨) નોસિલ લિમિટેડ ( ૧૯૮ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૮૮ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ..!!! રૂ.૧૮૦ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૨૦૮ થી રૂ.૨૧૭ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!
૩) સ્વાન એનર્જી ( ૧૭૫ ) :- રૂ.૧૬૩ નો પ્રથમ તેમજ રૂ.૧૫૫ ના બીજા સપોર્ટથી સાપ્તાહિક ટ્રેડીંગલક્ષી આ સ્ટોક રૂ.૧૮૮ થી રૂ.૧૯૩ સુધીની તેજી તરફી રુખ નોધાવશે ….!!!
૪) મહિન્દ્ર & મહિન્દ્ર ફાઈનાન્સિયલ સર્વિસ ( ૧૪૦ ) :- ફાઈનાન્સ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૧૪૭ થી રૂ.૧૬૦ ના ભાવની સંભાવના ધરાવે છે.!! રૂ.૧૨૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો……..!!
૫) ઓરિયન્ટ સિમેન્ટ ( ૧૩૩ ) :- રૂ.૧૨૦ નો પ્રથમ તેમજ રૂ.૧૧૩ ના સ્ટોગ સપોર્ટથી સિમેન્ટ & સિમેન્ટ પ્રોડક્ટ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક ટૂંકાગાળે રૂ.૧૪૭ થી રૂ.૧૫૫ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા….!!!
૬) મધરસન સુમી ( ૧૩૦ ) :- સ્થાનિક ફંડોની લેવાલીની શક્યતાએ આ સ્ટોકમાં રૂ.૧૧૭ આસપાસના સપોર્ટથી ડિલેવરીબેઇઝ રોકાણ રૂ.૧૩૭ થી રૂ.૧૪૫ ના ભાવની સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!
૭) ઓનમોબાઈલ ગ્લોબલ ( ૧૧૪ ) :- આ સ્ક્રીપમાં નજીકનો પ્રથમ રૂ.૧૦૩ ના સ્ટ્રોંગ સ્ટોપલોસે સાપ્તાહિક અંદાજીત રૂ.૧૨૨ થી રૂ.૧૩૦ ના સંભવિત ભાવની શક્યતા છે…!!
૮) અરવિંદ લિમિટેડ ( ૧૧૫ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ટેક્ષટાઈલ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૦૩ આસપાસ રોકાણકારે રૂ.૧૨૩ થી રૂ.૧૩૦ ના ટાર્ગેટ ભાવની શક્યતાએ તબક્કાવાર રોકાણ કરવું. ટૂંકાગાળે રૂ.૯૩ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!
ટ્રેડીંગ સંદર્ભે ફ્યુચર સ્ટોક ધ્યાને લઈએ તો ……
૧) એસીસી લિમિટેડ ( ૨૦૫૩ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ આ ફ્યુચર સ્ટોક રૂ.૨૦૦૮ ના સપોર્ટથી ખરીદવાલાયક..!! સિમેન્ટ & સિમેન્ટ પ્રોડક્ટ સેક્ટરનો આ સ્ટોક ટૂંકાગાળે રૂ.૨૦૮૮ થી રૂ.૨૧૦૮ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે….!!
૨) ગોદરેજ પ્રોપર્ટીઝ ( ૧૪૯૭ ) :- આ સ્ટોક રૂ.૧૪૬૦ નો પ્રથમ તેમજ રૂ.૧૪૩૩ ના બીજો અતિ મહત્વનો સપોર્ટ ધરાવે છે. ફયુચર ટ્રેડીંગ સંદર્ભે ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.૧૫૩૩ થી રૂ.૧૫૫૦ સુધી ની તેજી તરફ રુખ નોંધાવશે..!!
૩) મુથૂત ફાઈનાન્સ ( ૧૩૮૦ ) :- ૩૭૫ શેર નું ફયુચર ધરાવતો આ સ્ટોક રૂ.૧૩૬૩ નો પ્રથમ તેમજ રૂ.૧૩૪૭ ના સ્ટ્રોંગ સપોર્ટ થી ખરીદવાલાયક…!! ફાઈનાન્સ સેક્ટરનો આ સ્ટોક સાપ્તાહિક ટ્રેડીંગલક્ષી રૂ.૧૪૦૪ થી રૂ.૧૪૧૪ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા છે….!!
૪) રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ( ૨૩૯૫ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૨૪૩૭ આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂ.૨૪૭૩ ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ.૨૩૭૦ થી રૂ.૨૩૩૩ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૨૪૯૦ ઉપર પોઝીટીવ બ્રેકઆઉટ…!!
૫) સિપ્લા લિમિટેડ ( ૧૦૪૮ ) :- રૂ.૧૦૭૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૦૯૩ ના સ્ટોપલોસે વેચવાલાયક….!! ટૂંકાગાળે રૂ.૧૦૨૭ થી રૂ.૧૦૦૮ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!! રૂ.૧૧૦૮ ઉપર તેજી તરફી ધ્યાન… !!
૬) ટાટા સ્ટીલ ( ૧૩૦૩ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૩૩૭ આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂ.૧૩૪૪ ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ.૧૨૮૮ થી રૂ.૧૨૭૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૩૫૦ ઉપર પોઝીટીવ બ્રેકઆઉટ…!!
રોકાણ સંદર્ભે સ્મોલ સેવિંગ્ઝ સ્ટોક ધ્યાને લઈએ તો……
૧) અશોક બિલ્ડકોન ( ૯૧ ) :- રોડ & હાઈવે સેક્ટરનો આ સ્ટોક ડિલેવરીબેઇઝ રૂ.૯૬ થી રૂ.૧૦૩ ના ભાવની સંભાવના ધરાવે છે…!! રૂ.૮૩ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!
૨) જિંદાલ શૉ ( ૮૮ ) :- ડિલેવરીબેઇઝ રોકાણકારે આયર્ન & સ્ટીલ પ્રોડકટ સેક્ટરનાં આ સ્ટોકને રૂ.૮૦ ના અતિ મહત્વના સપોર્ટથી ખરીદવાલાયક…!! સાપ્તાહિક ટ્રેડિંગ સંદર્ભે રૂ.૯૪ થી રૂ.૧૦૩ સુધીની તેજી તરફી રૂખ નોંધાવશે…!!!
૩) સનફ્લેગ આયર્ન ( ૭૦ ) :- ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૬૩ નો પ્રથમ તેમજ રૂ.૫૭ ના સ્ટ્રોંગ સપોર્ટ થી ખરીદવાલાયક…!! આયર્ન & સ્ટીલ/ઇન્ટરમ. પ્રોડક્ટ સેકટરનો આ સ્ટોક ટુંકાગાળે રૂ.૭૭ થી રૂ.૮૫ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શકયતા…!!
૪) થોમસ કૂક ( ૬૪ ) :- રૂ.૫૭ આસપાસ રોકાણલક્ષી આ સ્ટોક મધ્યગાળે રૂ.૬૮ થી રૂ.૭૪ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!! રૂ.૮૦ ઉપર તેજી તરફી ધ્યાન…..!!
નિફટી ફયુચર રેન્જ ૧૬૧૬૦ થી ૧૭૦૦૭ પોઇન્ટ ધ્યાને લેવી…!!!
લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે
ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!
( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )