ગુજરાતના સુરતમાં સૌ પ્રથમ વાર હરતી ફરતી સ્કૂલ શરૂ કરવામાં આવી છે. જેનું નામ સ્વામી સ્મૃતિ વિદ્યા મંદિર રાખવામાં આવ્યું છે. જે વિદ્યા કુંજ અને વિદ્યા દીપ ગ્રુપ દ્વારા તૈયાર કરવામાં આવી છે જેમાં સ્કૂલના ક્લાસ રૂમ જેવી તમામ સુવિધાઓ આપવામાં આવી છે. આ ગુજરાતની સૌથી પહેલી હરતી ફરતી સ્કૂલ છે. આ સ્કૂલ બસ આઠ લાખથી વધુના ખર્ચે તૈયાર કરવામાં આવી છે. આ સ્કૂલ બસ ગરીબ અને શેરીના બાળકોને શિક્ષણ આપવા માટે શરૂ કરવામાં આવી છે. આ બસમાં વર્ગખંડ જેવો માહોલ ઉભો કરવામાં આવ્યો છે.
બસની અંદરની સીટો હટાવીને બાળકોને બેસવા માટે બેન્ચો લગાવવામાં આવી છે. આ સાથે વર્ગખંડ જેવું બોર્ડ લગાવવામાં આવ્યું છે. બાળકોના મનોરંજન અને જ્ઞાન માટે તેમાં ટીવી પણ લગાવવામાં આવ્યું છે. આ સાથે સ્કૂલ બસમાં બાળકોના રમવાના સાધનો પણ રાખવામાં આવ્યા છે સાથે બસમાં વાંચન-