ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણબોર્ડ દ્વારા માર્ચ મહિનામાં લેવાયેલી ધો. 12 સામાન્ય પ્રવાહનું પરિણામ આજે જાહેર થયું છે. રાજ્યનું પરિણામ આ વર્ષે 73.27 ટકા આવ્યું છે. જ્યારે જામનગરનું પરિણામ 80.28 ટકા આવ્યું છે. જેમાં એ-1 ગ્રેડ સાથે જિલ્લામાં કુલ 42 વિદ્યાર્થીઓ ધરાવે છે. જેમાંથી મોદી સ્કૂલના 6 વિદ્યાર્થીઓએ એ-1 ગ્રેડ મેળવ્યો છે.
ક્રિષા અકબરીએ સમગ્ર ગુજરાત બોર્ડમાં બીજા નંબરે સ્થાન મેળવીને સમગ્ર રાજ્યમાં મોદી સ્કૂલનું નામ રોશન કર્યું છે. આમ આર્ટસમાંથી બે અને કોમર્સમાંથી 4 એમ મોદી સ્કૂલના કુલ 6 વિદ્યાર્થીઓએ એ-1 ગ્રેડ મેળવ્યો છે. મોદી સ્કૂલના 95 પીઆર ઉપર ધરાવતા 49 વિદ્યાર્થીઓ અને 90 પીઆર ઉપર ધરાવતાં 73 વિદ્યાર્થીઓ છે. આમ દરેક વિદ્યાર્થીના આ સફળ પરિણામ માટે સ્ટુડન્ટસની મહેનત સાથે સાથે શાળાના શિક્ષકો તેમજ મેનેજમેન્ટ ટીમનો સાથ-સહકાર રહ્યો છે.
મોદી સ્કૂલાં સારા એડ્યૂકેટેટ ટિચર્સ અને બેસ્ટ મેનેજેન્ટ ટીમ છે. શાળા દ્વારા શરુઆતથી જ વિદ્યાર્થીઓને ચેક પ્લાનર આપી દેવામાં આવે છે. આમ વર્ષ દરમિયાન વિકલી ટેસ્ટ, મંથલી ટેસ્ટ, યુનિટ ટેસ્ટનું આયોજન કરાઇ છે. ઉપરાંત નિયમિત વાલી મિટિંગ દ્વારા વિદ્યાર્થીઓના પ્રોગ્રેસ વિશે માહિતી અપાઇ છે. આ, એમ્પ્લોયઝ દ્વારા વિદ્યાર્થીઓને વેપાર અને મૂડીરોકાણના પ્રેક્ટિકલ નોલેજ આપવામાં આવ્યું હતું.