Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયઆવતીકાલે ઉત્તરપ્રદેશમાં પ્રથમ તબકકાના મતદાનનો તખ્તો તૈયાર

આવતીકાલે ઉત્તરપ્રદેશમાં પ્રથમ તબકકાના મતદાનનો તખ્તો તૈયાર

પશ્ચિમી ઉત્તરપ્રદેશની 49 બેઠકો માટે યોજાશે મતદાન : હિંસાની આશંકાને ધ્યાનમાં રાખી પેરા મિલીટરી ફોર્સ તૈનાત : રાજકારણ સાથે સટ્ટા બજાર પણ ગરમાયું, રમાઇ રહ્યો છે કરોડોનો સટ્ટો

- Advertisement -

દેશના પાંચ રાજયોમાં વિધાનસભાની ચૂંટણીનું બ્યુગલ વાગી ગયું છે. ઉત્તર પ્રદેશમાં પ્રથમ તબક્કાના મતદાન માટે પ્રચારનો અંત આવી ગયો છે. પશ્ચિમી ઉત્તરપ્રદેશની 49 બેઠકો માટે આવતીકાલે 10 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે. આ માટેનો તખ્તો તૈયાર થઇ ચૂકયો છે. ચૂંટણી તંત્ર દ્વારા મતદાન માટેની તૈયારીઓ આટોપી લેવામાં આવી છે. તો બીજી તરફ રાજકારણની સાથે સટ્ટા બજાર પણ ગરમાયું છે. સટ્ટાબજારમાં ભાજપ ફેવરિટ છે. આ માટે 233 થી ર35 બેઠકના ભાવ બોલાઇ રહ્યા છે. ચૂંટણી પાછળ કરોડોનો સટ્ટો રમાઇ રહ્યો છે.

- Advertisement -

એ જ રીતે સપાનો ભાવ 124-126, બસપાનો 9-10, કોંગ્રેસ પર 1-2નો ભાવ ચાલી રહ્યો છે. યુપીમાં ચૂંટણી બાદ સટ્ટાબજારમાં સૌથી વધુ પૈસા પંજાબમાં ખર્ચવામાં આવ્યા છે. સટ્ટા માર્કેટના મતે સૌથી વધુ તક આમ આદમી પાર્ટીની છે.

પંજાબમાં, બુકીઓ આમ આદમી પાર્ટી- 58- 60 બેઠકો, કોંગ્રેસ- 30- 32 બેઠકો અને અકાલી દળ- 18-20 બેઠકો પર નાણાંનું રોકાણ કરી રહ્યા છે. બુકીઓના મતે, પ્રથમ તબક્કાના મતદાન પછી, વલણોના આધારે કિંમતોમાં ફેરફાર થઈ શકે છે. તે જ સમયે, ઉત્ત્મરાખંડ, મણિપુર અને ગોવા વિશે અટકળોનું વાતાવરણ ઠંડું પડી ગયું છે. ચૂંટણીનો માહોલ ગરમ થતાં ત્યાંના સટ્ટા બજારના દરો પણ ખૂલી જશે. ઉલ્લેખનિય છે કે, પાંચ રાજયો ઉત્ત્મર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, ગોવા અને મણિપુરમાં ચૂંટણી યોજાઈ રહી છે. 10 ફેબ્રુઆરીથી મતદાન શરૂ થવા જઈ રહ્યું છે. સાત તબક્કામાં મતદાન થયા બાદ અંતિમ પરિણામ 10 માર્ચે આવશે. 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણી પહેલા આ ચૂંટણીને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે, જેની સીધી અસર રાષ્ટ્રીય રાજનીતિ પર પડશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular