Sunday, December 22, 2024
Homeમનોરંજનસોનું સૂદને એક દિવસમાં મદદની એટલી રીક્વેસ્ટ આવી કે પહોચી વળતા 14...

સોનું સૂદને એક દિવસમાં મદદની એટલી રીક્વેસ્ટ આવી કે પહોચી વળતા 14 વર્ષ નીકળી જાય

- Advertisement -

કોરોના વાયરસની મહામારી શરુ થઇ ત્યારથી સોનુ સૂદ અત્યાર સુધીમાં અનેક લોકોની મદદ કરી ચુક્યા છે. ગમે તેવી પરિસ્થિતિમાં પણ સોનુ સુદે લોકોની મદદ કરવાની કોશીશ ચાલુ રાખી છે. જેના વિષે કોઈ વિચારી પણ ન શકે તેવા નિણર્ય લઇને સોનુ સુદે અનેક લોકોના જીવ બચાવ્યા છે.

- Advertisement -

અત્યારે એવી પરિસ્થિતિ થઇ છે કે મોટા ભાગના લોકોની છેલ્લી આશા સોનુ સુદ હોય છે. લોકોને એમ છે કે તેમની દરેક મુશ્કેલીઓનો અંત તેના પાસે છે. માટે જ સોનુ સુદને 24 કલાકની અંદર 41000 રીક્વેસ્ટ આવી છે. જેમાં લોકો તેના પાસે મદદ માંગી રહ્યા છે.

સોનૂએ પોતાની ટ્વિટમાં કહ્યું કે કાલે મને લગભગ 41660 અપીલ મળી હતી. અમે અમારા તરફથી પહોંચવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ પરંતુ તે શક્ય નથી બની રહ્યું. જો હું બધા સુધી પહોંચવાનો પ્રયત્ન કરુ તો મને લગભગ 14 વર્ષ લાગી જશે માટે આ બધી અપીલ પર હું 2035 સુધી મદદ પહોંચાડી શકીશ.તેના આ ટ્વીટ બાદ અનેક લોકો પણ મદદ માટે આગળ આવ્યા છે.

- Advertisement -

લોકોને કોરોના કાળમાં સોનુ સૂદ પોતાનાથી બનતા તમામ પ્રયાસો કરી રહ્યો છે. થોડા સમય પહેલા જ તે કોરોનાથી સંક્રમિત થયો હતો. અને ફરી તેમાંથી સ્વસ્થ થઇને અનેક લોકોની મદદ કરી રહ્યો છે. તે ઈન્જેકશન, દવાઓ,ઓક્સિજન સહીત અનેક વસ્તુઓની મદદ લોકો સુધી પહોચાડી રહ્યો છે. આ સિવાય તે  દર્દીઓ માટે બેડની પણ વ્યવસ્થા કરાવી રહ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular