Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરઆહીર સમાજની સૌર્યગાથા રેઝાંગલા કળશ યાત્રા જામનગર પહોંચી - VIDEO

આહીર સમાજની સૌર્યગાથા રેઝાંગલા કળશ યાત્રા જામનગર પહોંચી – VIDEO

જામનગર આહીર સમાજ દ્વારા સ્વાગત સન્માન કરાયું

- Advertisement -

 

અખિલ ભારતીય વર્ષીય યાદવ મહાસભા દ્વારા આયોજીત શોર્ય ગાથા રેઝાંગલા પવિત્ર માટી કલશ યાત્રાનું મહારાણા પ્રતાપની પ્રતિમા પાસે રાજપૂત સમાજના આગેવાન અને પૂર્વમંત્રી ધર્મેન્દ્રસિંહ મેરુભા જાડેજા(હકુભા) દ્રારા ફુલહાર કરીને સ્વાગત કરેલ હતું. આ સ્વાગતમાં તેમની સાથે સમાજના આગેવાનો ,પૂર્વ વાઇસ ચેરમેન પ્રવિણસિંહ ઝાલા,જિલ્લા ભાજપ મહામંત્રી પ્રવિણસિંહ જાડેજા, જિલ્લા રાજપૂત યુવા સંઘના પ્રમુખ જગદિશસીહ જાડેજા,વકીલ જ્યેન્દ્રસિંહ ઝાલા, રાજન્દ્રસિંહ સોઢા,કાંતુભા જાડેજા,રાજપૂત સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ રણજીતસિંહ જાડેજા દિલીપસિંહ જાડેજા,નરેન્દ્ર સિંહ જાડેજા,હરપાલસિંહ જાડેજા,સહિતના આગેવાનો દ્રારા સ્વાગત કરવામાં આવેલ હતું

- Advertisement -

આ યાત્રાનો ઇતિહાસ 1962ના ભારત-ચીન યુદ્ધમાં શહીદ થયેલા 114 આહીર વીર જવાનોની અવિસ્મરણીય શૌર્યગાથાને વંદન કરવા તથા ભારતીય સેનામાં આહીર રેજિમેન્ટની સ્થાપના માટેની માંગને મજબૂત અવાજ આપવા ઓલ ઈન્ડિયા યાદવ મહાસભા દ્વારા આયોજિત રેઝાંગલા માટી કલશ યાત્રા સાથે આહીર સમાજના ભાઈઓ-બહેનો, સામાજિક આગેવાનોનું પણ ઉમંગ અને ઉષ્માભર્યું સ્વાગત કરીને અને શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા યાત્રાનું પુષ્પવર્ષા સાથે સન્માન કરવામાં આવ્યું હતું.

આ યાત્રા શહીદોની અવિનાશી યાદ સાથે, સમગ્ર રાષ્ટ્રને એકતા, શૌર્ય અને રાષ્ટ્રભાવનાનો સંદેશ આપશે.તેવી યાત્રાને પૂર્વમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા)એ આવકારેલ હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular