જામનગરમાં જૂના રેલ્વે સ્ટેશન પાસેની રેલવેની જગ્યામાં ખડકાઇ ગયેલી ઝુંપડપટ્ટી રેલવે પ્રોટેકશન ફોર્સ દ્વારા આજે ફરીથી દુર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. રેલવેની આ જગ્યામાં અવારનવાર બિલાડીના ટોપની જેમ ઝુંપડપટ્ટી ફૂટી નિકળે છે. જેટલીવાર દૂર કરો તેટલી વખત ફરીથી ખડકાઇ જતી આ ન્યુસન્સ સમાન ઝુંપડપટ્ટી દૂર કરવા માટે વધુ એક વખત રેલવે દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે.


