બનાસકાંઠાના અમીરગઢ તાલુકાના સોનવાડી ગામે આવેલ જંગલો માંથી બે માનવ કંકાલ મળી આવ્યા છે. પ્રાથમિક તપાસમાં આ કંકાલ યુવક યુવતીના હોવાનું સામે આવ્યું છે. જંગલમાં બે કંકાલ પડયા હોવાની બાતમી પોલીસને મળતાં અમીરગઢ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી.
સોનવાડી પાસે ગઈકાલે બપોરના સમયે જંગલમાં બે કંકાલ પડ્યા હોવાની બાતમી પોલીસને મળતાં અમીરગઢ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. અને બંને માનવ કંકાલો એકદમ હાડપિંજર જેવા હતા. પોલીસે આ દિશામાં તપાસ કરતા 20 દિવસ પહેલા બે પ્રેમી-પંખીડા ઘરેથી ભાગી ગયા હતા તેમના કંકાલ હોવાનું તપાસમાં ખૂલ્યુ છે. તેમજ કંકાલ પરના કપડાં પરથી તેઓની ઓળખાણ થઇ છે.
અમીરગઢ પાસેના જંગલ મા દીપડા ઝરખ અને રીંછ જેવા જંગલી પ્રાણીઓ વિચારી રહ્યા હોવાથી બંને ને એવા જંગલી પ્રાણીઓએ મારી નાખવાની પોલીસની પ્રથમ તપાસમાં અનુમાન લગાવેલ હતું.છતાં પણ પોલીસ બંને કંકાલને અમદાવાદ ખાતે વધુ તપાસ માટે લઈ જઈ તજવીજ હાથ ધરી છે. અમદાવાદથી ફોરેન્સિક રિપોર્ટ આવ્યા બાદ ખબર પડશે કે પ્રેમીપંખીડાનું મૃત્યુ કઈ રીતે થયું છે.