Monday, December 23, 2024
Homeરાજ્યનવું ટૂરીસ્ટ ડેસ્ટિનેશન બની જશે સિગ્નેચર બ્રીજ

નવું ટૂરીસ્ટ ડેસ્ટિનેશન બની જશે સિગ્નેચર બ્રીજ

- Advertisement -

ગુજરાતમાં ઓખા અને બેટ દ્વારકા વચ્ચે સર્જાઈ રહેલો અનન્ય નઝરાણારૂપ સિગ્નેચર બ્રિજ તેના અંતિમ તબક્કામાં છે, હવે માંડ 9 ટકા જેટલી કામગીરી બાકી છે, મોટાભાગે આવતી દિવાળીએ નાગરિકો ખુલ્લો મુકાનારો આ પુલ સોમનાથ – દ્વારકા જતાં યાત્રાળુઓ માટે એક નવું ટૂરિસ્ટ ડેસ્ટિનેશન બની રહેશે. રાજયનો આ પહેલો કેબલ સ્ટેઇડ બ્રિજ સંપૂર્ણપણે કેન્દ્ર સહાયિત પ્રોજેક્ટ છે, જે એક હજાર કરોડ રૂપિયામાં પડશે.

- Advertisement -

આ બ્રિજની વિશેષતાઓ પ્રગટ કરતાં માર્ગ-મકાન વિભાગના સૂત્રો કહે છે કે, સામાન્ય રીતે કેબલ સ્ટેઇડ બ્રિજમાં તેના પાયલોન યાને થાંભલા સીધાસટ્ટ હોય છે, જયારે આ બ્રિજમાં આડાઅવડાં-કર્વેચર રખાયા છે. બ્રિજમાં વચ્ચેના ભાગે ચાર જેટલી વ્યૂઇંગ ગેલેરીની સ્પેસ રખાઈ છે, જયાં પ્રવાસીઓ ઊભા રહીને ઘુઘવતા અરબી સમુદ્રની ખાડીનો નજારો માણી શકશે. આમ સમગ્ર તથા આ બ્રિજની ડિઝાઇન આર્કિટેક્ચરલ અજાયબી માફક બનાવવાનો પ્રયાસ થયો છે અને એને કારણે જ બ્રિજને સિગ્નેચર બ્રિજનું નામ અપાયું છે.

કોરોનાકાળને કારણે આ પ્રોજેક્ટ પૂરો થતાં છ વર્ષ જેટલો લાંબો સમય લાગ્યો છે. આ ચાર લેન ધરાવતા બ્રિજમાં કેબલ સ્ટેઈડની લંબાઈ 900 મીટર છે, ઓખા તરફ એપ્રોચ બ્રિજની લંબાઈ 770 મીટરની અને બેટ દ્વારકા તરફ એપ્રોચ બ્રિજની લંબાઈ 650 મીટરની છે. આમ બ્રિજની કુલ લંબાઈ 2,320 મીટર છે. સુપર સ્ટ્રક્ચરમાં હવે કુલ 2,320 મીટરના કામ પૈકી 100 મીટરનું જ કામ બાકી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular