Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરરોજગારીના અભાવ મુદ્દે યુવક કોંગ્રેસ દ્વારા રોજગાર કચેરીનો ઘેરાવ

રોજગારીના અભાવ મુદ્દે યુવક કોંગ્રેસ દ્વારા રોજગાર કચેરીનો ઘેરાવ

- Advertisement -

જામનગર સહિત સમગ્ર દેશમાં રોજગારીનો અભાવ હોય આજરોજ યુવક કોંગે્રસ અને એનએસયુઆઈ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ગુજરાત યુવક કોંગે્રસ દ્વારા લોંચ કરવામાં આવેલ ગુજરાત માંગે રોજગાર કેમ્પેઈનના પ્રથમ ચરણ ‘રોજગાર કયા છે ?’ અંતર્ગત વિવિધ જિલ્લાની રોજગારી કચેરીનો ઘેરાવ કરવાના કાર્યક્રમનું એલાન કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે યુવક કોંગે્રસ જામનગર અને એનએસયુઆઈ જામનગર દ્વારા આજરોજ જામનગર રોજગાર કચેરીનો ઘેરાવ કરવામાં આવ્યો હતો.

- Advertisement -

ગુજરાત યુવક કોંગ્રેસ દ્વારા લોંચ કરવામાં આવેલ ગુજરાત માંગે રોજગાર કેમ્પેઇનના પ્રથમ ચરણ રોજગાર ક્યાં છે? કાર્યક્રમ અંતર્ગત યુવક કોંગ્રેસ દ્વારા ગુજરાત યુવક કોંગ્રેસ દ્વારા લોંચ કરવામાં આવેલ ગુજરાત માંગે રોજગાર કેમ્પેઇન ના પ્રથમ ચરણ “રોજગાર ક્યાં છે?” અંતર્ગત જામનગરમાં આજ રોજ શ્રમ અને રોજગાર કચેરી જામનગર નો ઘેરાવ કરવામાં આવ્યો હતો. અને જીલ્લા રોજગાર અધિકારી પાસે થી જામનગર જીલ્લામાં નોંધાયેલ બેરોજગારોની સંખ્યા જાણવામાં આવી હતી. અને જે કંપનીઓ નિયમ મુજબ સ્થાનિક લોકો ને રોજગાર નથી આપતી એની તાળાબંધી કરવાની ચીમકી આપવામાં આવી હતી.

- Advertisement -

આ કાર્યક્રમમાં ગુજરાત યુવક કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ વિશ્ર્વનાથસિંહ વાઘેલા, યુવક કોંગ્રેસ જામનગરના પ્રમુખ ડો તોસીફખાન પઠાણ, શહેર કોંગે્રસ પ્રમુખ દિગુભા જાડેજા, યુવક કોંગ્રેસ જામનગર ઉત્તર 78 ના પ્રમુખ શક્તિસિંહ જેઠવા, કોર્પોરેટર રચનાબેન નંદાણિયા, જેનબબેન ખફી, નુરમામદ પલેજા, મસરી કંડોરિયા, હાર્દિક દવે, જયેશ સોનગ્રા, જીવણભાઈ કંડોરિયા, કર્ણદેવસિંહ જાડેજા, કોંગ્રેસના આગેવાનો તથા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular