Saturday, July 27, 2024
Homeબિઝનેસસોના-ચાંદીની ચમક વધી

સોના-ચાંદીની ચમક વધી

- Advertisement -

સોના-ચાંદી માટે 2023ની શરૂઆત તેજીનૉ તોખાર વચ્ચે થઈ હોય તેમ આજે સતત બીજા દિવસે ઉછાળો નોંધાયો હતો અને રાજકોટમાં હાજર ભાવ રૂા.57000ને વટાવી ગયો હતો. નોટબંધી વખત પછીનો આ સૌથી ઉંચો ભાવ ગણાય છે. દુનિયામાં આર્થિક મંદી સર્જાવાની આગાહી તથા દર ત્રીજી વ્યક્તિને તેની અસર થવાની આંતરરાષ્ટ્રીય નાણાંનિધિની ચેતવણીને પગલે સોનામાં તેજીને વેગ મળી ગયો હોવાનું ઝવેરીઓનું કથન છે. વિશ્વ બજારમાં સોનાનો ભાવ ઉંચકાઈને 1839 ડોલર થયો હતો જયારે ચાંદીના 24.31 ડોલર હતા. આર્થિક કે અન્ય કુદરતી આપતિઓ વખતે સોના-ચાંદી સેઈક હેવન ગણાય છે અને તેને પગલે ઈન્વેસ્ટમેન્ટરૂપી ખરીદીથી ભાવો સતત ઉંચકાતા હોવાનું માનવામાં આવી રહ્યું છે. ત્યારપછીના આ સૌથી ઉંચો ભાવ ગણવામાં આવે છે. કોમોડીટી એકસચેંજમાં પણ ભાવ ઉંચકાઈને 55700ને આંબી ગયો હતો.બીજી તરફ ચાંદીમાં પણ જોરદાર તેજી હતી અને હાજર ભાવ 1100 વધીને 71400 સાંપડયો હતો. સોના-ચાંદી માટે ચાલુ વર્ષ તેજીનુ રહેવાની નિષ્ણાંતોએ આગાહી કરી જ છે. સોનુ 60000 થી 62000 તથા ચાંદી 90000 થવાનો સૂર નિષ્ણાંતોએ દર્શાવ્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular