Friday, December 5, 2025
Homeરાજ્યહાલારદ્વારકામાં ગેરકાયદેસર બાંધકામ ધ્વસ્ત કરવાનો સિલસિલો અવિરત

દ્વારકામાં ગેરકાયદેસર બાંધકામ ધ્વસ્ત કરવાનો સિલસિલો અવિરત

વધુ 2300 ફૂટ બાંધકામ દૂર કરાયું : રૂ. 1.61 કરોડની સરકારી જમીન ખુલ્લી કરાવાઈ

પવિત્ર યાત્રાધામ દ્વારકામાં અગાઉ સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે બાંધકામ કરી ચૂકેલા આસામીઓ સામે સરકારી તંત્રએ ધોંસ બોલાવી છે. ત્યારે દ્વારકાના જુદા જુદા સ્થળોએ શનિવારે સરકારી તંત્રએ ઓપરેશન ડિમોલિશન હાથ ધરીને વધુ રૂા. 1.61 કરોડની 2300 ચોરસ ફૂટ જમીન ખુલ્લી કરાવી છે.

- Advertisement -

આ અંગેની જાણવા મળતી વિગત મુજબ દ્વારકામાં આવેલા સુદામા ભવનના 1200 ચોરસ ફૂટ, સિકોતર ભવનના 8 રૂમના 900 ચોરસ ફુટ અને ટપુભા અજાભા માણેકના 200 ફૂટના ચાર રૂમનું બાંધકામ ગેરકાયદેસર હોવાનું તંત્રના ધ્યાને આવતા આ અંગે તંત્ર દ્વારા નોટિસ અંગેની કાર્યવાહી કરી અને શનિવારે આ દબાણ દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી.

જે માટે દ્વારકાના પ્રાંત અધિકારી, ડીવાયએસપી તથા સ્ટાફ દ્વારા જેસીબી જેવા સાધનોની મદદથી કુલ રૂ. 1 કરોડ 61 લાખ જેટલી બજાર કિંમત ધરાવતું 2300 ચોરસ ફૂટનું આ બાંધકામ દૂર કરી, આ જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી.
આગામી દિવસોમાં પણ તંત્ર દ્વારા આ પ્રકારે બિનઅધિકૃત બાંધકામ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવે તેવી સંભાવનાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular