બોલિવૂડ એક્ટર સલમાન ખાનના ફેન્સ માટે વધુ એક સારા સમાચાર સામે આવ્યા છે. સુપરસ્ટારે સત્તાવાર રીતે જાહેરાત કરી છે કે તેની ફિલ્મ બજરંગી ભાઈજાનની સિક્વલ ટૂંક સમયમાં આવશે.બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાને ખુલાસો કર્યો કે આ સિક્વલ એસએસ રાજામૌલીના પિતા વી વિજયેન્દ્ર પ્રસાદ દ્વારા લખવામાં આવી છે, જેમણે મૂળ ફિલ્મ માટે બેસ્ટ સ્ટોરીનો રાષ્ટ્રીય પુરસ્કાર જીત્યો હતો. અભિનેતાએ ‘RRR’ પ્રી-રીલીઝ ઇવેન્ટમાં હાજરી આપી હતી જ્યાં તેણે તેના ચાહકોને સિક્વલ વિશે અપડેટ કર્યું હતું.
કબીર ખાન દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં સલમાન ખાન ઉપરાંત કરીના કપૂર અને નવાઝુદ્દીન સિદ્દીકીએ પણ મહત્વની ભૂમિકાઓ ભજવી હતી. આ ફિલ્મ 17 જુલાઈ 2015ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાને પવનનું પાત્ર ભજવ્યું હતું, જે એક સાદા મનના હનુમાન ભક્ત છે જે એક મૂંગી છોકરી સાથે પાકિસ્તાન જવા માટે સરહદ પાર કરે છે. મુન્ની નામની છોકરીનું પાત્ર હર્ષાલી મલ્હોત્રાએ ભજવ્યું હતું. બીજી તરફ આ ફિલ્મમાં નવાઝુદ્દીન સિદ્દીકી પાકિસ્તાની રિપોર્ટર તરીકે જોવા મળ્યો હતો.
તમને જણાવી દઈએ કે સલમાન ખાનની ફિલ્મ ‘બજરંગી ભાઈજાન’ કબીર ખાનની સૌથી ફેવરિટ ફિલ્મોમાંથી એક છે. એટલું જ નહીં, તેણે આ એક ફિલ્મ સૌથી વધુ વખત તેની પુત્રીના કારણે જોઈ છે. જે ટીવી પર જોવાનું પસંદ કરે છે. બજરંગી ભાઈજાનને દર્શકો તરફથી અપાર પ્રેમ અને વિવેચકો તરફથી પ્રશંસા મળી હતી. આ ફિલ્મ ભારતીય સિનેમાના ઈતિહાસની સૌથી મોટી બ્લોકબસ્ટર ફિલ્મોમાંની એક બની ગઈ.