ધી સિડઝ એન્ડ ગ્રેઇન મરચન્ટ એસોસિએશન દ્વારા દિવાળીના પર્વ દરમિયાન તા. 26થી 30 ઓકટોબર સુધી એસોસિએશનના સભ્યોને પેઢીનું કામકાજ બંધ રાખવા જણાવાયું છે.
આગામી દિવાળીના પર્વને ધ્યાને લઇ ધી સિડઝ એન્ડ ગ્રેઇન મરચન્ટ એસો.ની સામાન્ય સભાના ઠરાવ અનુસાર તા. 26 ઓકટોબરના બપોર પછીથી તા. 30 ઓકટોબર સુધી સંસ્થાના સભ્યો તથા દલાલ સભ્યોને પેઢીનું કામકાજ બંધ રાખવા અને તા. 31 ઓકટોબરના દુકાનનું મુહુર્ત કરવા જણાવાયું છે. આ ઠકરાવનો અમલ નહીં કરનાર સભ્યોને દંડ નહીં થાય પરંતુ તેવા સભ્યોના પ્રશ્ર્નો પરત્વે સંસ્થા સહકાર નહીં આપે. તેમજ વિક્રમ સંવત 2079ની સાલના દિવાળી ભેટ, દટ્ટાનું વિતરણ ચાલુ છે. દલાલ ભાઇઓએ તેમના કેલેન્ડર-દટ્ટા સંસ્થાની ઓફિસેથી મેળવી લેવા સંસ્થાના મંત્રી લક્ષ્મીદાસભાઇ રાયઠઠ્ઠાની યાદી જણાવે છે.