Saturday, December 21, 2024
Homeરાષ્ટ્રીયગુજરાતમાં કોરોનાની બીજી લહેરની પીક આવી ગઇ, 6-8 મહિનામાં આવશે ત્રીજી લહેર

ગુજરાતમાં કોરોનાની બીજી લહેરની પીક આવી ગઇ, 6-8 મહિનામાં આવશે ત્રીજી લહેર

- Advertisement -

ભારત દેશમાં કોરોના મહામારી અંગે મહિનાઓ બાદ સારા સમાચાર સામે આવ્યા છે. ભારત સરકારના વિજ્ઞાન મંત્રાલય હેઠળ વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ દ્વારા સ્થાપિત કરવામાં આવેલી 3 સદસ્યોની પેનલે અનુમાન લગાવ્યું હતું કે દેશમાં કોરોનાની બીજી લહેર જુલાઈ સુધીમાં કહેર વરસાવવાનું બંધ કરી શકે છે.

એવામાં 6થી 8 મહિના પછી ભારતમાં ત્રીજી લહેર પ્રવેશવાનાં એંધાણ પણ જણાયાં હતાં. આ પ્રાથમિક અનુમાનની સાથે તેમણે સરકારને અલર્ટ પણ કરી દીધું છે. અત્યારે ગુજરાતમાં કોરોના મહામારીની બીજી લહેર પીક પર આવી ગઈ છે. અમદાવાદમાં પણ રોજ નવા સંક્રમિત થતા દર્દીઓમાં હવે ઘટાડો નોંધાઈ રહ્યો છે.

SUTRA (સંવેદનશીલ, અનિર્ધારિત, પરીક્ષણ અને વિવિધ દૃષ્ટિકોણ) મોડલનો ઉપયોગ કરી વૈજ્ઞાનિકોએ અનુમાન લગાવ્યું હતું કે મે મહિનાનાં અંત સુધીમાં પ્રતિદિવસ 1.5 લાખ કેસ સામે આવી શકે છે અને જૂનના અંતમાં દરરોજ 20 હજાર કેસ સામે આવી શકે છે. જુલાઈ મહિના સુધીમાં કોરોનાની બીજી લહેર વિરામ લઈ શકે છે.

પેનલના સભ્ય અને IIT કાનપુરના અધ્યાપક મનિન્દ્ર અગ્રવાલે કહ્યું હતું કે મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, કર્ણાટક, મધ્યપ્રદેશ, ઝારખંડ, રાજસ્થાન, કેરળ, સિક્કિમ, ઉત્તરાખંડ, ગુજરાત, હરિયાણા સિવાય દિલ્હી અને ગોવા જેવાં રાજ્યમાં બીજી લહેરનો પીકટાઈમ આવી ગયો છે. તામિલનાડુમાં 29થી 31 મે અને પુડુચેરીમાં 10-20 મેમાં પીક આવી શકે છે.

પૂર્વ અને પૂર્વોત્તરનાં રાજ્યોમાં હજુ પીક સમય આવવાનો બાકી છે. આસામ 20-21 મે, મોઘાલય 30 મે, ત્રિપુરામાં 26-27 મે સુધીમાં પીક આવી જશે. હિમાચલ પ્રદેશ અને પંજાબમાં અત્યારે કોરોનાના કેસમાં વૃદ્ધિ જોવા મળી રહી છે. હિમાચાલમાં 24 મે અને પંજાબમાં 22 મે સુધીમાં કોરોનાની બીજી લહેરનો પીક સમય આવી શકે છે.

વૈજ્ઞાનિકોએ કહ્યું હતું કે 6 કે 8 મહિનાની અંદર દેશમાં કોરોનાની ત્રીજી લહેર આવવાની સંભાવનાઓ રહેલી છે. IIT કાનપુરના અધ્યાપક મનિન્દ્ર અગ્રવાલે જણાવ્યું હતું કે આમાં મોટા ભાગના લોકો ઓછા પ્રભાવિત થશે, કારણ કે તેમણે વેક્સિનેશનમાં ભાગ લીધો છે. તેમણે જણાવ્યું હતું કે ઓક્ટોબર સુધી ત્રીજી લહેર નહીં આવે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular