Monday, December 23, 2024
HomeUncategorizedશનિવારે રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં જામનગરમાં પ્રાકૃતિક કૃષિ શિબિર યોજાશે

શનિવારે રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં જામનગરમાં પ્રાકૃતિક કૃષિ શિબિર યોજાશે

રાજ્યપાલના હસ્તે પ્રાકૃતિક ખેત પેદાશોના વેચાણ સ્ટોલ ખુલ્લા મૂકવામાં આવશે

- Advertisement -

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વડાપ્રધાન  નરેન્દ્રભાઇ મોદીના આહવાન મુજબ જામનગર જિલ્લામાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે અને વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવતા થાય તે માટે જિલ્લા પંચાયત જામનગર દ્વારા જામનગર જિલ્લાની તમામ 417 ગ્રામ પંચાયત ને 86 ક્લસ્ટરમાં સમાવિષ્ટ કરી પ્રાકૃતિક કૃષિ શિબિરનું આયોજન કરાયું છે.આ પ્રાકૃતિક કૃષિ પ્રચાર પ્રસાર અભિયાનના શુભારંભ પ્રસંગે તા. 30 એપ્રિલ ના રોજ રાજ્યપાલ  આચાર્ય દેવવ્રત તથા રાજ્યના કૃષિ મંત્રી  રાઘવજી ભાઈ પટેલની ઉપસ્થિતિમાં ટાઉનહોલ જામનગર ખાતે કૃષિ શિબિર કાર્યક્રમનું આયોજન કરાયું છે.તેમજ પ્રાકૃતિક કૃષિ દ્વારા ઉત્પાદિત જુદી જુદી ખેત પેદાશો અંગેનું પ્રદર્શન તથા વેચાણ સ્ટોલનું પણ આયોજન કરવામાં આવ્યું છે.આ તમામ સ્ટોલ કાર્યક્રમના સ્થળે રાજ્યપાલના હસ્તે ખુલ્લા મૂકવામાં આવશે.પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો દ્વારા જુદા જુદા ઉત્પાદનોના રાખવમાં આવેલ સ્ટોલ બપોરે 12.30 કલાક થી સાંજે 05.00 કલાક સુધી વેચાણ માટે ખુલ્લા રહેશે.લોકોની આરોગ્ય સુખાકારી જળવાય અને ખેડુતની આત્મ નિર્ભરતામાં સહયોગી બની શકીએ એ માટે જાહેર જનતાને આ પ્રદર્શન તથા વેચાણ સ્ટોલની મુલાકાત લેવા તથા ખેડૂતોએ પોતાના ખેતરે તૈયાર કરેલ પ્રાકૃતિક પેદાશો લોકો વધુમાં વધુ ખરીદ કરે તે માટે જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા પંચાયત, જામનગર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular