Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરમેઘપર ગામમાથી ડીગ્રી વગરના બે તબીબને ઝડપી લેતી એસ.ઓ.જી

મેઘપર ગામમાથી ડીગ્રી વગરના બે તબીબને ઝડપી લેતી એસ.ઓ.જી

સ્ટેથોસ્કોપ, બીપી માપવાનું મશીન, ઇન્જેકશન તથા અલગ કંપનીઓની દવા સહિતનો મુદ્દામાલ કબ્જે

- Advertisement -

જામનગર એસઓજીની ટીમે મેઘપર ગામમાથી ડીગ્રી વગરના બે તબીબને ઝડપી લઇ મેડીકલ પ્રેક્ટીશનર્સ એકટ હેઠળ ફરીયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી

- Advertisement -

આ અંગેની વિગત મુજબ લાલપુર તાલુકાના મેઘપર (પડાણા) ગામમાં નંદલાલ વિશ્વાસ નામનો શખ્સ મેડીકલ ડોકટરને લગતી ડીગ્રી ધરાવતો ન હોવા છતા દર્દીઓને તપાસી દવા આપી પૈસા વસૂલતો હોવાની એસઓજીના હે.કો. અરજણભાઈ કોડીયાતર તથા એ.એસ.આઈ ચંદ્રસિંહ જાડેજા ને મળેલ બાતમીના આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સુચના તથા એસઓજીના ઇન્ચાર્જ પીઆઇ બી.એન.ચૌધરી તથા પી.એસ.આઈ. એ.એસ.ગરચર ના માર્ગદર્શન હેઠળ એસઓજી સ્ટાફ દ્વારા રેઇડ દરમ્યાન નંદુલાલ નિર્મલચંદ્રા વિશ્વાસ (ઉ.વ.42) નામના શખ્સને સ્ટેથોસ્કોપ, બીપી માપવાનું મશીન, ઇન્જેકશન તથા અલગ કંપનીઓની દવા મળી કુલ રૂા.4999ની કિંમતનો મુદ્દામાલ કબ્જે કરી મેડીકલ પ્રેક્ટીશનર્સ એકટ હેઠળ ફરીયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી

બીજો દરોડો, લાલપુર તાલુકાના મેઘપર (પડાણા) ગામમાં ખોડીયાર મંદિર વાળી શેરીમાં સુકુમાર હલદાર નામનો શખ્સ મેડીકલ ડોકટરને લગતી ડીગ્રી ધરાવતો ન હોવા છતા દર્દીઓને તપાસી દવા આપી પૈસા વસૂલતો હોવાની એસઓજીના હે.કો. રમેશભાઈ ચાવડા તથા મયુદ્દીનભાઈ સૈયદ ને મળેલ બાતમીના આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સુચના તથા એસઓજીના ઇન્ચાર્જ પીઆઇ બી.એન.ચૌધરી તથા પી.એસ.આઈ. એ.એસ.ગરચર ના માર્ગદર્શન હેઠળ એસઓજી સ્ટાફ દ્વારા રેઇડ દરમ્યાન સુકુમાર મનોહર હલદાર (ઉ.વ.49) નામના શખ્સને સ્ટેથોસ્કોપ, બીપી માપવાનું મશીન, ઇન્જેકશન તથા અલગ કંપનીઓની દવા મળી કુલ રૂા.4910ની કિંમતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular