જામનગરમાં ગઇકાલે ભાવસાર ચકલામાં એક જર્જરીત ઇમારતની ભયજનક દિવાલ જામ્યુકોની એસ્ટેટ શાખા દ્વારા દૂર કરવામાં આવ્યા બાદ આજે સવારે સેન્ટ્રલ બેંક ખારવા ચકલા વિસ્તારમાં મોતીબાઇની કુંડી પાસે રહેતા મગનલાલ જીવાભાઇ પીઠડીયાના મકાનની છતનો જર્જરીત ભાગ અકસ્માતે તૂટી પડયો હતો. છત તૂટી પડતાં અહીં નાસભાગ મચી હતી. જો કે, કોઇને ઇજા પહોંચી ન હોવાનું બહાર આવ્યું છે. 2-3 દિવસ પહેલાં પણ છતમાંથી કેટલોક ભાગ તૂટી પડયો હતો.