Saturday, January 10, 2026
Homeરાજ્યજામનગરઅંબર ચોકડી સર્કલનો બ્રીજ નીચેનો રસ્તો 82 દિવસે ખુલ્લો કરાયો

અંબર ચોકડી સર્કલનો બ્રીજ નીચેનો રસ્તો 82 દિવસે ખુલ્લો કરાયો

જામનગર શહેરમાં સૌથી મોટા ઓવરબ્રીજનું નિર્માણ થઇ રહ્યું છે. આ બ્રીજ કયારે ખુલ્લો મૂકાશે? તે સમય હજી નકક્ી નથી થયો. પરંતુ બ્રીજનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે. હાલ આ બ્રીજમાં અંબર ચોકડી નજીક સર્કલ બ્રીજની કામગીરી માટે બંધ કરવામાં આવ્યું હતું અને આ સંદર્ભે મહાનગરપાલિકા દ્વારા જાહેરનામુ પ્રસિઘ્ધ કરી તા. 30 મે સુધીમાં આ રસ્તો ખુલ્લો કરી દેવામાં આવશે પરંતુ બ્રીજની કામગીરીના કારણે આ ચોકડી પર બન્ને સાઇડ પતરાં મૂકી બંધ કરી દેવાયા હતા. ત્યારબાદ કામગીરી પૂર્ણ થતાં ગઇકાલે આ ચોકડી પરના પુલ નીચેના બન્ને સાઇડના પતરાં કાઢી લેવામાં આવ્યા હતા અને રસ્તો ખુલ્લો કરી દેવામાં આવ્યો હતો. પરંતુ જાહેરનામા મુજબ 30 મે પછી આ રસ્તો ખુલ્લો કરવાનો હતો. પરંતુ આ રસ્તો 82 દિવસ પછી ખુલ્લો કરવામાં આવ્યો છે અને આશ્ચર્યની બાબત એ છે કે, જાહેરનામાની તારીખ પૂર્ણ થયા બાદ રસ્તો મોડો ખોલવામાં આવ્યો હતો. પરંતુ મહાનગરપાલિકા દ્વારા જાહેરનામાની તારીખ પૂર્ણ થઇ ગઇ હોવા છતાં નવું જાહેરનામું પ્રસિઘ્ધ કરવામાં આવ્યું ન હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular