Wednesday, December 25, 2024
Homeરાજ્યજોડિયાના છેવાડાના ગામોને જોડતો માર્ગ બિસ્માર હાલતમાં

જોડિયાના છેવાડાના ગામોને જોડતો માર્ગ બિસ્માર હાલતમાં

લતીપર-પીઠડનો 8 કિ.મી.નો માર્ગ ખાડાખડબાવાળો : નાયબ મુખ્યમંત્રીને રજૂઆત છતાં સ્થિતિ યથાવત

- Advertisement -

જોડિયા તાલુકાના છેવાડાના 10 જેટલા ગામડાંઓને જોડતો લતિપર, પીઠડ સુધીના 8 કિ.મી.નો રસ્તો છેલ્લા બે વર્ષથી અતિ બિસ્માર હાલતમાં ફેરવાઇ ગયેલ છે. ત્યારે વહીવટી તંત્ર તરફથી આ રસ્તાને રિપેર કરીને વાહનો સરળતાથી ચાલી શકે. તે માટેની કોઇ જ કાર્યવાહી તંત્ર તરફથી કરવામાં આવતી નથી. પરિણામો આ રસ્તા ઉપરથી ચાલતા વાહનોને તેમજ મુસાફરોને પારાવાર મુશ્કેલીઓ સહન કરવી પડે છે.

લતિપર-પીઠડનો આ 8 કિ.મી.ના રસ્તાનો નવો બતાવવા માટે પ્રધાનમંત્રી સડક યોજના અંર્તગત મંજૂર કરવામાં આવેલ હોવાનું તેમજ આ કામ માટે આ રસ્તાની કામગીરી માટે ઓનલાઇન ટેન્ડરો ત્રણ-ત્રણ વખત બહાર પાડવામાં આવેલ હોવા છતાં આ ટેન્ડર કોન્ટ્રાકટરો દ્વારા ઉપાડવામાં નહીં આવતાં આ રસ્તાની પોઝિશન છેલ્લા ત્રણેક વર્ષથી દિવસો દિવસ ખરાબ થતી જાય છે.

આ વિસ્તારની જનતાની કમનસિબિ ગણો કે, વહીવટી તંત્રની નિયમોની બલિહારી સમજો પરંતુ આજ સુધીમાં આ રસ્તો રિપેર કરવાની કોઇ જ કામગીરી કરવામાં આવતી નથી. આ લતિપર-પીઠડના રસ્તા માટે જિલ્લાના ભાજપના આગેવાનો દ્વારા નાયબ મુખ્યમંત્રી સમક્ષ રૂબરૂ રજૂઆતો કરવા છતાં પણ આ પ્રશ્ર્નનો ઉકેલ આવેલ નથી.

આ વિસ્તારના પ્રજાજનોની માંગણી છે કે, નવો રોડ જ્યારે બનાવો ત્યારે પણ તાકિદે આ રોડને રિપેર કરવામાં આવે તેમજ પીઠડ સહિતના દશ જેટલા ગામડાંઓમાં રસ્તાઓ ઉપર ગાંડાબાવળના ઝૂંડ થઇ ગયેલ છે. વરસો-વરસ આ જંગલ કટિંગની કામગીરી કરવામાં આવતી હોય છે. આ બાબતે પણ અનેક રજૂઆતો છતાં આ અંગે હજૂ સુધી કામગીરી હાથ ધરવામાં આવેલ નથી. પીઠડ સહિતના આ 10 જેટલા ગામડાંઓની જનતાના આ શિરદર્દસમા પ્રશ્ર્નો અંગે તાકિદે કહેવાતા આગેવાનો તથા અધિકારીઓ દ્વારા તાકિદે યોગ્ય કામગીરી હાથ ધરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular