દ્વારકાના કલ્યાણપુર તાલુકાના રાવલમાં રહેતો યુવાન વર્તુ નદીના પાણીમાં અકસસ્માતે ડૂબી જતા મોત નિપજ્યું હતું. પોલીસે યુવાનનો મૃતદેહ બહાર કાઢી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે ગામી ફળી વિસ્તારમાં રહેતા રાકેશભાઈ દેવાભાઈ ગામી નામના 32 વર્ષના કોળી યુવાન ગત તા. 3ના રોજ રાવલ હનુમાનધાર તરફ જતા રસ્તેથી પસાર થતી વર્તુ નદીના પાણીમાં અકસ્માતે પડી જતાં ડૂબી જવાના કારણે તેમનું કરુણ મૃત્યુ નીપજયું હતું. આ બનાવની જાણ મૃતકના પિતા દેવાભાઈ લાખાભાઈ ગામીએ કલ્યાણપુર પોલીસને કરી છે.
નદીના પાણીએ વધુ એક ભોગ લીધો
રાવલના યુવાનનું પાણીમાં પડી જતાં મૃત્યુ