Saturday, July 27, 2024
Homeરાજ્યહાલારચકકર મારવા જતા સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા રીક્ષા પલ્ટી ખાઈ ગઈ

ચકકર મારવા જતા સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા રીક્ષા પલ્ટી ખાઈ ગઈ

એક યુવકને ગંભીર ઈજા પહોંચતા સારવાર દરમિયાન મોત : રીક્ષા ચલાવતા યુવકને સામાન્ય ઈજા: પોલીસ દ્વારા ગુનો નોંધી કાર્યવાહી

- Advertisement -

કાલાવડ તાલુકાના રાજસ્થળી ગામમાં રહેતો યુવક તેના પિતરાઇ સાથે રીક્ષાનું ચકકર લગાવતા હતાં તે દરમિયાન ચાલકે રીક્ષા સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી દેતા પલ્ટી ખાઈ જવાથી રીક્ષામાં બેસેલા યુવકનું ગંભીર ઈજા પહોંચતા મોત નિપજ્યું હતું.

- Advertisement -

અકસ્માતના બનાવની વિગત મુજબ, રાજકોટમાં કાલાવડ રોડ પરના વિસ્તારમાં રહેતાં વિજયભાઈ સામજીભાઈ મકવાણા નામના ડ્રાઈવિંગ કરતા યુવાનનો પુત્ર માનવ સોમવારે બપોરના સમયે તેના મામાના દિકરા વિવેક હસમુખભાઈ મુછડિયા સાથે કાલાવડ તાલુકાના રાજસ્થળી ગામથી જીજે-03-સીટી-0735 નંબરની ઓટો રીક્ષામાં ગામમાં હવા પૂરાવા નિકાળ્યા હતાં તે દરમિયાન ચાલક વિવેકે રીક્ષાની ચકકર મારવા લઇ ગયો હતો તે દરમિયાન રાજસ્થળી ગામથી ચાપરા ગામ તરફ જવાના માર્ગ પર જતાં હતાં તે દરમિયાન રીક્ષા પૂરઝડપે ચલાવતા સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી દેતા રીક્ષા રોડ પરથી નીચે ઉતરીને પલ્ટી ખાઇ ગઈ હતી. આ અકસ્માતમાં માનવ વિજયભાઈ મકવાણા નામના યુવકને શરીરે, માથામાં અને મોઢાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. ત્યારે વિવેકને નાની મોટી ઈજાઓ થઈ હતી. ઈજાગ્રસ્ત યુવકોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં માનવનું સારવાર દરમિયાન મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું.

જ્યારે વિવેકને સામાન્ય ઈજાઓ થઈ હતી. બનાવની જાણ થતા પીએસઆઈ વી.એ. પરમાર તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી મૃતકના પિતાના નિવેદનના આધારે વિવેક વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular