કૃષિ કાયદાઓ અંગે સુપ્રીમ કોર્ટના ત્રણ સભ્યોની કમિટિ દ્વારા રિપોર્ટ બનાવવામાં આવ્યો છે. આ રિપોર્ટ જાહેર કરવાની માંગ ઉઠી છે. કમિટીના સભ્ય રહી ચૂકેલાં ખેડૂત નેતા ઘનવટ દ્વારા પત્ર લખવામાં આવ્યો છે.
ઘનવટે જણાવ્યું છે કે, કમિટિમાં અન્ય સભ્યો પણ છે. અન્ય સભ્યો કિસાન પ્રતિનિધિ નથી. હું ચૂપ નથી. આ મુદ્દે સુપ્રીમ કોર્ટ અને સરકારના રૂખથી મને દુ:ખ થાય છે. મનમાં પ્રશ્ન ઉદ્ભવે છે કે શું આ પ્રશ્નનો ઉકેલ નથી. જો કમિટિની રિપોર્ટ પર સુનાવણી થતી ન હોય આવો પ્રશ્ર્ન ઉઠી રહ્યો છે. જો કમિટીનો અહેવાલ સંતોષકારક નથી તો તેને સુપ્રિમ કોર્ટ રિપોર્ટને રદ કરી શકે છે અથવા સુધારા સુચવી શકે છે. આ રિપોર્ટ જાહેર થાયતો તેના પર ચર્ચા પણ થઇ શકે.
ઘનવટે કહ્યું હતું કે, મોટા ભાગના કિસાનોને નવા કૃષિ કાયદાની સંપૂર્ણ માહિતી નથી. સચ્ચાઇ ત્યારે સામે આવશે જ્યારે રિપોર્ટ જાહેર થશે. મારી સમજણ એવી છે કે, સુપ્રીમ કોર્ટ ખેડૂતો અને સરકારના સંબંધો પર શા માટે ચૂપ છે?
ખેડૂત આંદોલન અંગેનો કમિટીનો રિપોર્ટ પાંચ મહિનાથી સુપ્રિમમાં પડયો છે: સુનાવણી નહીં !
સુપ્રિમ કોર્ટે જ આ કમિટિની રચના કરેલી: આ કમિટીનો રિપોર્ટ પાંચ મહિનાથી જાહેર પણ નથી થયો !: કમિટીના જ સભ્યએ સુપ્રિમકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિને પત્ર લખ્યો