Saturday, December 21, 2024
Homeરાષ્ટ્રીયકોરોના મૃતકોના પરિજનોએ 50 હજારનું વળતર લેવા આ પ્રક્રિયા કરવી પડશે

કોરોના મૃતકોના પરિજનોએ 50 હજારનું વળતર લેવા આ પ્રક્રિયા કરવી પડશે

15 નવેમ્બરથી પ્રક્રિયા શરુ થશે

- Advertisement -

જે લોકોના કોરોનાથી મૃત્યુ થયા છે તેમના પરિજનોને 50હજારનું વળતર ચુકવવા માટે સુપ્રીમ કોર્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે. પરંતુ જે લોકો સહાય મેળવવા માંગતા હોય તેઓએ આ માટેનું સર્ટીફીકેટ મેળવવું ફરજીયાત છે અને તેના માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા 15 નવેમ્બરથી શરુ કરવામાં આવશે.

- Advertisement -

જે લોકોના કોવિડથી મૃત્યુ થયા છે તેમના  સર્ટિફિકેટમાં મોતનું કારણ કોરોના લખવામાં આવ્યું ન હોવાથી તેમના પરિજનોએ હોબાળો કર્યો હતો અને આ મામલો ગુજરાત સરકાર સુધી પહોચતાગુજરાત સરકાર દ્વારા કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને સર્ટિફિકેટ આપવા માટે સમિતિ તૈયાર કરવામાં આવી છે. આ સમિતિ દ્વારા વિવિધ મુદ્દાઓ ચકાસ્યા બાદ દર્દીનું મોત કોરોનાથી થયું છે કે નહીં તે તમામ પાસાઓ ધ્યાનમાં રાખીને સર્ટિફિકેટ આપવામાં આપવામાં આવશે. 15 નવેમ્બરથી આ ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થશે.

મહાનગરપાલિકા અને તે સિવાય જિલ્લા વિસ્તારમાં મૃત્યુ વિષયક ખાતરી સમિતિની આરોગ્ય વિભાગ દ્વારા રચના કરવામાં આવી છે. જે કોઈ લોકોના પરિજનોનું કોવિડના પરિણામે મૃત્યુ થયું હોય અને સર્ટિફિકેટમાં તેનો ઉલ્લેખ ના થયો હોય તેઓ અરજી કરી શકશે. જન્મ-મરણ નોંધણીના નિયમો પ્રમાણે મૃતકને મૃત્યુ વખતે જે તબીબે સારવાર કરેલી હોય તે તબીબ મૃત્યુનું કારણ જણાવી શકે છે.

- Advertisement -

મૃતકના પરિવારના સભ્યો મૃત્યુના કારણથી સંતુષ્ટ ના હોય અને કોરોનાથી મૃત્યુ પામેલા સ્વજનોના દસ્તાવેજ કે પ્રમાણપત્ર મેળવવા માગતા હોય તેઓ કલેક્ટરને અરજી કરી શકશે. રજિસ્ટ્રારે અરજદારને કોવિડથી મૃત્યુ પામ્યાનું કારણ નહીં હોવાનું સર્ટિફિકેટ આપવું પડશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular