Monday, December 23, 2024
Homeરાજ્યડ્રગ્સની હેરાફેરી કરાયેલી બોટનું રજીસ્ટ્રેશન બનાવટી નિકળ્યું

ડ્રગ્સની હેરાફેરી કરાયેલી બોટનું રજીસ્ટ્રેશન બનાવટી નિકળ્યું

315 કરોડની કિંમતના ડ્રગ્સ પ્રકરણમાં એક ડઝન જેટલા શખ્સો વિરૂધ્ધ ફરિયાદ

- Advertisement -

ખંભાળિયા પંથકમાંથી આજથી આશરે ત્રણેક માસ પૂર્વે બે સ્થળોએથી ઝડપાયેલા કુલ રૂપિયા ત્રણસો પંદર કરોડની તોતિંગ કિંમતના ડ્રગ્સ પ્રકરણમાં પાકિસ્તાન બોર્ડર પરથી ખંભાળિયા તાલુકાના સલાયા ગામે ઉતારવામાં આવેલા આ ડ્રગ્સ સંદર્ભે પોલીસે અન્ય બોટના નામે ખોટા રજીસ્ટ્રેશન નંબર દર્શાવી માછીમારી બહાને ડ્રગ્સ લઈ આવ્યા સબબ અડધો ડઝન જેટલા શખ્સો સામે ગુનો નોંધ્યો છે.

- Advertisement -

ખંભાળિયા- જામનગર રોડ પરના આરાધનાધામ પાસેથી ગત તા. 9 નવેમ્બરના રોજ મોડી રાત્રીના સમયે મુંબઈના એક શખ્સ પાસેથી પોલીસે આશરે રૂા. 88.25 કરોડની કિંમતનો ડ્રગ્સનો જથ્થો કબજે કર્યો હતો. આ અંગેની વધુ તપાસમાં જિલ્લા પોલીસે વઘુ રૂપિયા 225 કરોડની કિંમતનો ડ્રગ્સનો જથ્થો સલાયાના બે શખ્સોના રહેણાંક મકાનમાંથી જપ્ત કર્યો હતો.

કુલ રૂપિયા 315 કરોડના તોતિંગ કિંમતના ઝડપાયેલા ડ્રગ્સના આ સમગ્ર પ્રકરણ સંદર્ભે પોલીસે નાઇજીરિયન તથા મુંબઈના શખ્સો ઉપરાંત સલાયાના રહીશ સલીમ યાકુબ કારા તેના ભાઈ અલી અસગર યાકુબ કારા નામના બે બંધુઓ બાદ પાકિસ્તાન બોર્ડર ઉપરથી ડ્રગ્સ લઈને આવેલા સલાયાના સલીમ ઉંમર જુસબ જસરાયા તથા તેના ભાઈના નામો પોલીસ ફરિયાદમાં ખુલવા પામ્યા હતા. જેની પોલીસે ધરપકડ કરી વિવિધ દિશામાં તપાસ આરંભી હતી.
આ સમગ્ર પ્રકરણમાં ઉંડાણપૂર્વકની તપાસમાં જે બોટમાં પાકિસ્તાન બોર્ડર ઉપરથી ડ્રગ્સનો જથ્થો લઈ આવવામાં આવ્યો હતો, તે ફારુકી- 1 નામની બોટ કે જેના અગાઉ મૂળ માલિક જૂનાગઢ જિલ્લાના થોરડી ગામના રહીશ અને હાલ રૂપેણ બંદર ખાતે રહેતા અજગરઅલી છોટુમિયા સૈયદ હોવાનું ખુલવા પામ્યું છે, તેની સામે પણ તપાસ ચલાવતા આ પ્રકરણમાં દ્વારકાના રૂપેણ બંદર ખાતે રહેતા આમદ જુસબ ભેસલીયા દ્વારા બોટના કાગળો આરોપી સલીમ તથા અલી કારાને આપ્યા હોવાનું ખુલવા પામ્યું છે.

- Advertisement -

આ અંગે અહીંના સીપીઆઈ પટેલની ફરિયાદ પરથી દ્વારકા પોલીસે આરોપી શખ્સો દ્વારા સુનિયોજિત કાવતરૂં રચી, ગેરકાયદે રીતે વગર માત્ર માછીમારી બોટ ફારુકી- 1 કે જેના રજીસ્ટ્રેશન નંબર આઈએનડી- જીજે-37- એમઓ- 729 ના રજીસ્ટ્રેશન કાગળોની વેચાણ-ખરીદી કરી, વેચાણ અંગેનો ખોટો દસ્તાવેજ બનાવી, રજીસ્ટ્રેશન વગરની અજગરઅલી છોટુમિયા સૈયદની ફાઈબરની અજમેરી લખેલી બોટનું વેચાણ- ખરીદી કરવા અંગેનું કૌભાંડ આચરી, ફારૂકી- 1 બોટ ન હોવા છતાં ઉપરોક્ત નામ અને નંબરનું લખાણ કરી અને ફિશરીઝ ગાર્ડ પાસેથી માછીમારી કરવા અંગેની વિધિવત રીતે નોંધ કરાવી, તા. 28 ઓક્ટોબરથી તા. 9 નવેમ્બર સુધીના સમયગાળા દરમિયાન ઉપરોક્ત શખ્સોની મીલીભગતથી ગુનો આચરવામાં આવ્યો હતો.

આ સમગ્ર પ્રકરણ અંગે દ્વારકા પોલીસે સલીમ યાકુબ કારા, અલી અસગર કારા, સલીમ ઉંમર જસરાયા, દ્વારકાના આમદ જુસબ ભેસલીયા અને અજગર અલી છોટુમીયા સૈયદ ઉપરાંત સંભવિત રીતે સંડોવાયેલા મનાતા અન્ય શખ્સો સામે આઈપીસી કલમ 463, 465, 468, 471, 473 તથા 120(બી) મુજબ ગુનો નોંધ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular