દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા વિધાનસભાના ભાજપાના ઉમેદવાર મુળુભાઈ બેરાએ ખંભાળિયા-ભાણવડ પંથકમાં તેઓ ધારાસભ્ય હોય કે ના હોય પણ સમાજના તમામ વર્ગો માટેનો સદભાવ તથા કર્મ એ જ જીવનનો તેમનો સિધ્ધાંત ખંભાળિયા ભાણવડ તાલુકામાં ભારે આવકારદાયક સાથે પ્રશંસનીય બન્યો છે.
ઉત્તમ નેતૃત્વ સાથે વિક્રમજનક કામગીરી
મુળુભાઈ બેરા રાજ્યમંત્રી હતાં ત્યારે તેમણે રેકોર્ડ રૂપ ચેકડેમો તથા વિવિધ ડેમો બનાવવાની કાર્યવહી કરીને વેરાડી-1, વેરાડી-2, વર્તુ-2, કબરકા, ગઢકી, મીણસાર, કંડોરણા, મહાદેવીયા, બેદમની, રેટા કાલાવડ સોનમની જેબી યોજનાઓ કાર્યન્વીત કરીને ખેડૂતોને સિંચાઈ માટે તથા પ્રજાને પીવાના પાણી માટે બહુ મોટી વ્યવસ્થા કરીને અદભૂત સિધ્ધી મેળવી છે.
ખંભાળિયા તથા ભાણવડમાં આઈટીઆઈ બિલ્ડિંગ, ભાણવડમાં માર્કેટીંગ યાર્ડ બિલ્ડિંગ, ખંભાળિયાની જી.વી.જે. હાઈસ્કૂલના જૂના બિલ્ડિંગનું પૂન: નિર્માણ માટે ગ્રાન્ટ, ખંભાળિયા-ભાણવડના સણખલા, મોટા કાલાવડ સહિતના અનેક ગામોમાં સરકારી હાઈસ્કૂલો-ખંભાળિયા તથા ભાણવડ પંથકના ઢગલાબંધ ગામોમાં 66 કેવી સબ સ્ટેશનો સ્થાપીને વીજ સમસ્યા હલ કરીને ખેડૂતો તથા લોકોની સગવડોમાં સતત વધારો કર્યો છે.
મુળુભાઈ બેરા શ્રમ અને રોજગાર મંત્રી હતાં ત્યારે 69 ભરતી મેળા યોજીને 8658 ઉમેદવારોને નોકરી આપી હતી તથા બાર લશ્કરી ભરતી મેળા યોજીને રોજગારી વધારવામાં મદદરૂપ થયા હતાં. ભાણવડ પંથકમાં પુરાતત્વ સાંસ્કૃતિક વારસાના વિકાસ માટે તેઓ દ્વારા હાથલા તથા ઘુમલીને કરોડોની ગ્રાન્ટ ફાળવાઈ હતી.
વિશિષ્ટ વ્યકિતત્વ ચાર વખત ધારાસભ્ય ચાર વખત મંત્રી
ભાણવડ વિસ્તારના ધારાસભ્ય મુળુભાઈ બેરા રાજકારણમાં વિશિષ્ટ ગણાય છે. કેમ કે, તેઓ ચાર વખત ધારાસભ્ય થયા અને ચારેય વખત રાજ્યમંત્રી થયા તથા ખંભાળિયા – ભાણવડ વિસ્તારમાં અનેક યોજનાઓ અમલમાં મુકીને વિકાસ કર્યો તથા તાલુકા મથકને જોડતા તમામ રસ્તઓની કામગીરી બન્ને તાલુકામાં કરવામાં પણ તેમનો મોટો હિસ્સો છે.
દ્વારકા જિલ્લાના ભાણવડ, ખંભાળિયા તથા સલાયા વિસ્તારની પાલિકાઓમાં તથા વિકાસ કાર્યોમાં વિક્રમજનક ગ્રાન્ટો લાવીને બન્ને વિસ્તારોનો વિકાસ કરવા તથા લોકોની સગવડો વધારવા માટે પ્રયત્નો કરેલા છે બે વખત ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડના ચેરમેન તરીકે પણ વહીવટ કરીને ઉત્કૃષ્ટ કામગીરી કરી હતી.
રાજ્યમંત્રી તરીકે 129 કરોડના કાર્યો થયા
રાજ્યમંત્રી તરીકે મુળુભાઈ બેરા દ્વારા 129 કરોડ થી વધુ રકમના વિકાસ કાર્યો હાથ ધર્યા હતાં. જેમાં જામનગર, જોડિયા, દ્વારકા, ખંભાળિયા વિસ્તારમાં 1355 વિકાસ કાર્યો 129 કરોડના થયા છે. તો આંખા બેટ દ્વારકામાં બે નવી જેટી, કલ્યાણપુર તાલુકાને સ્પેશિયલ વિકાસશીલ તાલુકાની ગ્રાન્ટ 11 સ્થળે પ્રાથમિક આંગણી કેન્દ્રો સમુદ્ર કાંઠા પર 11 હજાર કરોડ રૂપિયાનું સાગર ખેડૂત પેકેજ તેમના વિકાસ કાર્યોના ઉદાહરણો છે.
અનેક વિભાગોના મંત્રી તરીકે સફળ કામગીરી
મુળુભાઈ બેરાએ રાજ્ય સરકારના અનેક વિભાગોમાં મંત્રી તરીકે સફળ કામગીરી કરીને ઉત્કૃષ્ટ આયોજન સાથે કામગીરી કરી હતી. જેમાં સમાજ સુરક્ષા, સમાજ કલ્યાણ, મહેસુલ સિંચાઇ, બિન પરંપરાગત ઉર્જા, પ્રૌઢ વિભાગ, ખાણ ખનિજ તથા શ્રમ અને રોજગાર જેવા મંત્રાલયોમાં કામ કરીને દ્વારકા જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં તેમણે સુંદર કામગીરી કરી છે.
ખંભાળિયા-ભાણવડના વિકાસ માટે મુળુભાઈનું અનોખું વિઝન
મુળુભાઈ બેરા એવા વ્યકિત છે કે, જેમણે કયારેય હારમાં નિરાશા કરી નથી કે જીતમાં અભિમાન કર્યુ નથી કર્મ એ જ જીવનનો મંત્ર અપનાવીને તેમણે બન્ને તાલુકાના વિકાસ માટે મોટું આયોજન કર્યુ છે.
ખંભાળિયામાં મેડીકલ કોલેજ શરૂ કરવા, ગ્રામ્ય અને તાલુકા વચ્ચે ખુટતી કનેકટીવીટી વધારવા, લોકોના પડતર પ્રશ્ર્નો ઉકેલવા વિજળી, રોડ, રસ્તા, સફાઇ, પાણી સિંચાઇની સગવડો વધારવા બન્ને વિસ્તારની પુરાતત્વ ધરોહરનો ર્જીણોધ્ધાર કરવા વિવિધ સરકારી યોજનાઓ દ્વારા લોકોને માહિતગાર કરીને લાભો આપીને તેમનું જીવન ઉત્કૃષ્ટ બનાવવા ખેતીમાં આધુનિકતા, વિજળીની સવલતો વધારવા સિનિયર સીટીઝનોની સુવિધા વધારવા સહિતના કાર્યો તેમના આગામી આયોજનમાં છે.
ખંભાળિયામાં મુળુભાઈ બેરાનો ડોર ટુ ડોર લોક સંપર્ક : ઉમળકાભેર આવકાર
ખંભાળિયા બેઠકના ભાજપના સંનિષ્ઠ ઉમેદવાર મુળુભાઈ બેરા દ્વારા ગઈકાલે બુધવારે શહેરના જુદા જુદા વિસ્તારોમાં લોક સંપર્ક કરવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં મહિલાઓ તેમજ યુવાઓ સહિતના કાર્યકરો આ સંપર્ક અભિયાનમાં ઉમળકાભેર જોડાયા હતા અને મુળુભાઈને ઠેરઠેર હોંશભેર આવકાર સાંપળ્યો હતો. આ પરિસ્થિતિ જોતા સમગ્ર પંથકમાં કેસરિયો માહોલ છવાઈ જાય તેવું ચિત્ર જોવા મળ્યું હતું.