જામનગર મામલતદાર કચેરી મહેસુલ સેવા સદન આવતીકાલે રજાના દિવસે પણ ચાલુ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ જનસેવા કેન્દ્ર આવતીકાલે સવારે 10:30 થી સાંજે 6:30 વાગ્યા સુધી ચાલુ રાખવામાં આવશે.
હાલમાં નવા શૈક્ષણિક સત્ર શરુ થવાના કારણોસર તેમજ અન્ય હેતુસર આ કચેરી દ્વારા પુરા પાડવામાં આવતાં અલગ અલગ હેતુઓ માટેના દાખલાઓ જેવા કે, આવક, જાતિ, નોનક્રિમીલીયર, ડોમીસાઇન, ઇડબલ્યુએસ વગેરે માટે લોકો વધુ પ્રમાણમાં કચેરીની મુલાકાત લેતાં હોય અરજદારોને આવા દાખલા સરળતાથી તેમજ સમય મર્યાદામાં મળી રહે તે માટે જાહેર જનતાના લાભાર્થે મામલતદાર કચેરી, જામનગર (શહેર) મહેસુલ સેવા સદન, શરૂ સેકશન રોડ ખાતેના જનસેવા કેન્દ્ર આવતીકાલ તા. 4 જુલાઇના રોજ જાહેર રજામાં પણ સવારે 10:30થી સાંજે 6:30 વાગ્યા સુધી ચાલુ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.