રોકાણકાર મિત્રો, આનંદ ને…!!!
ગત સપ્તાહે અનેક સાનુકૂળ – પ્રતિકૂળ ઘટનાઓની યાદગીરી સાથે નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨એ વિદાઇ લીધી છે, જો કે નવા નાણાંકીય વર્ષમાં ભારતીય શેરબજાર નવી ઐતિહાસિક સપાટીને સ્પર્શે તેવી સંભાવના છે. ગત નાણાકીય વર્ષમાં પણ ભારતીય શેરબજાર પર કોરોનાની અસર જોવા મળી હતી. જો કે, નાણાં વર્ષના પ્રથમ ત્રિમાસિક બાદ કોરોનાના અંકુશમાં આવવા સાથે આર્થિક તેમજ ઔદ્યોગિક પ્રવૃત્તિઓ ધમધમતી થાત બજારમાં પણ ઝડપી સુધારો નોંધાયો હતો. જેના પગલે ઓક્ટોબર માસમાં સેન્સેક્સ ૬૨૨૨૫.૪૦ની જ્યારે નિફ્ટી ફ્યુચરે ૧૮૬૦૪.૪૫ની ઐતિહાસિક ઉંચી સપાટી નોંધાવી હતી.
પૂર્ણ નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨માં શેરોમાં રોકાણકારોની સંપતિમાં રૂ.૫૯.૭૬ લાખ કરોડનો વધારો થયો છે. જ્યારે બીએસઇ સેન્સેક્સ અંદાજીત ૧૮.૨૯% અને નિફટી ફ્યુચરમાં અંદાજીત ૧૮.૮૮ %નો વધારો થયો છે. જ્યારે સ્મોલ કેપ અને મિડ કેપ શેરોમાં રોકાણકારોને વિતેલા નાણાકીય વર્ષમાં અંદાજીત ૨૫%થી વધુ વળતર મળ્યું છે. નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨માં મિડ કેપ ૧૦૦ અને સ્મોલ કેપ ૧૦૦માં ૨૫ ટકાથી વધુ વળતર મળ્યું છે. મેટલ અને મીડિયા બન્ને સેકટરલ ઈન્ડેક્સોમાં ૫૦ ટકાથી વધુ વૃદ્વિ નોંધાઈ છે.
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો….
આંતરિક અને બાહ્ય પરિબળોના લીધે વર્ષ ૨૦૨૨નું વર્ષ ભારતીય શેરબજાર પડકારજનક રહી શકે છે. આના પરિણામે ગોલ્ડમેન સાશે વર્ષ ૨૦૨૨ દરમિયાન ભારતીય શેરબજારમાં સંભવિત વિદેશી રોકાણકારોના મૂડીપ્રવાહનો અંદાજ ૮૦% ઘટાડીને ૫ અબજ ડોલર કર્યો છે. અગાઉ ગોલ્ડમેન સાશે કેલેન્ડર વર્ષ ૨૦૨૨ દરમિયાન ભારતીય શેરબજારમાં ફોરોન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સનો મૂડીપ્રવાહ ૩૦ અબજ ડોલર રહેવાનો અંદાજ મૂક્યો હતો. વિદેશી બ્રોકરેજ ફર્મે જણાવ્યુ કે, ચાલુ કેલેન્ડર વર્ષ ૨૦૨૨ની શરૂઆતથી લઇ આજદીન સુધીમાં ભારતીય બજારમાંથી વિદેશી રોકાણકારોએ પહેલાંથી જ ૧૫ અબજ ડોલરનુ રોકાણ પાછું ખેંચ્યુ છે. એફપીઆઇની જંગી વેચવાલી અને પ્રવર્તમાન અનિશ્ચિતતાને ધ્યાનમાં રાખી સરકારે ભારતના સૌથી મોટા આઇપીઓ ગણાતા એલઆઇસીનો પબ્લિક ઇશ્યૂ લાવવાનું ટાળ્યુ છે.
ઉપરાંત યુનિયન બજેટમાં ગ્લોબલ બોન્ડ ઇન્ડેક્સમાં ભારતને સામેલ કરવાનો કોઇ ઉલ્લેખ કર્યો ન હોવાને કારણે ૨૦૨૨ના ચોથા ક્વાર્ટરમાં જીબીઆઇ-ઇએમ ગ્લોબલ ડાઇવર્સિફાઇડ બોન્ડ ઇન્ડેક્સમાં ભારતના સંભવિત સમાવેશની ઘોષણા અંગે અમને પહેલાથી આશંકા હતી. વધુમાં જણાવ્યુ કે, રશિયા-યુક્રેનના સંઘર્ષથી સમગ્ર વિશ્વમાં વકરી રહેલી મોંઘવારીને ડામવા માટે અમેરિકાની ફેડરલ રિઝર્વ વર્ષ ૨૦૨૨માં છ થી સાત તબક્કામાં વ્યાજદરમાં ૨૦૦ બેસિસ પોઇન્ટ કે ૨% સુધીનો વધારો કરે તેવી ધારણા છે, જે ભારતીય શેરબજારમાં આવતા વિદેશી મૂડીપ્રવાહને અવરોધી શકે છે.
બેન્ક ઓફ અમેરિકા મેરિલ લિંચના આંકડા અનુસાર વર્ષ ૨૦૧૯ – ૨૦૨૧ સુધીના છેલ્લાં ત્રણ વર્ષમાં ભારતીય બજારમાં વિદેશી રોકાણકારોનો મૂડીપ્રવાહ કુલ ૪૦ અબજ ડોલરથી વધુ નોંધાયો હતો, જેમાં લગભગ ૧૪ અબજ ડોલરનું રોકાણ વર્ષ ૨૦૨૨ના પ્રથમ ત્રિમાસિકમાં પરત ખેંચી લેવામાં આવ્યુ છે. તાજેતરના વૈશ્વિક ઘટનાક્રમ અને ભારતની મેક્રો ઇકોનોમિ પર તેમની અસરને જોતાં, ગોલ્ડમેન સાશે કેલેન્ડર વર્ષ ૨૦૨૨માં એકંદર મૂડી ખાતામાં ૬૫ અબજ ડોલરનાની પુરાંતનો અંદાજ મૂક્યો છે, જે કેલેન્ડર વર્ષ ૨૦૨૧ની ૮૮ અબજ ડોલરની પુરતાં કરતા ઘણુ ઓછુ છે, જેમાં ૫૦ અબજ ડોલરની બેલેન્સ ઓફ પેમેન્ટની ખાધ સામેલ છે જે કેલેન્ડર વર્ષ ૨૦૨૧માં ૫૫ અબજ ડોલર અને વર્ષ ૨૦૨૦માં ૧૦૦ અબજ ડોલરથી વધારે હતી.
ભૂ-રાજકીય ચિંતાઓ ઘટવાના કેટલાંક સંકેતો વચ્ચે પણ ગોલ્ડમેન સાશે અપેક્ષા વ્યક્ત કરી કે કોમોડિટીના ભાવ આગળ વધશે કારણ કે રશિયન કંપનીઓ પર લાદવામાં આવેલા પ્રતિબંધો થોડા સમય માટે યથાવત રહેશે, જે પહેલેથી જ તંગી કોમોડિટી માર્કેટમાં સપ્લાયની સમસ્યાને વધુ ગંભીર બનાવશે.
બજારની ભાવી દિશા…. મિત્રો, યુક્રેન – રશિયા યુદ્વ અને ચીનમાં કોવિડ-૧૯ના કેસોમાં ઉછાળો આવતા વૈશ્વિક અર્થવ્યવસ્થામાં ફરીવાર દહેશતનો માહોલ ઉભો કર્યો છે ઉપરાંત વધતી મોંઘવારી અને તરલતાનું સંકટ હજુ યથાવત છે. નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨માં શાનદાર તેજી સાથે ભારતીય શેરબજારના બેન્ચમાર્ક બીએસઇ સેન્સેક્સ અને એનએસઇ નિફ્ટીમાં અંદાજીત ૧૮ થી ૨૦%નો ઉછાળો જોવા મળ્યો છે. અલબત્ત આ દરમિયાન ભારત સહિત વૈશ્વિક ઇક્વિટી બજારો નવા નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ને આવકારવા માટે અત્યંત સાવધાન હોવાની તૈયારીમાં દેખાઇ રહ્યા છે. કોવિડ-૧૯ સંક્રમણના અને વધતો ફુગાવાનો દર પણ જોખમ બની રહ્યો છે. અંદાજીત મોંઘવારી દરની સરખામણીએ અસ્થિરતાના લીધે વિશ્વની મધ્યસ્થ બેન્કોને નાણાકીય નીતિને આકરી બનાવવા પ્રેરિત કરી શકે છે અને નીતિગત ખામીઓનું જોખમ વધી શકે છે. એમ ઉપરોક્ત પરિબળો વૈશ્વિક ઇક્વિટી બજારોની માટે નકારાત્મક રહેશે.
કોર્પોરેટ કંપનીઓની કમાણીમાં વૃદ્ધિ પણ વધી રહેલા ઉત્પાદન ખર્ચ અને વેતનદરની પૃભૂમિમાં જોખમી બની શકે છે. જો કે મારા મત મુજબ નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩માં તેજીનો સૂર યથાવત જોવા મળશે અને કોરોનાની સાથે આર્થિક ઉન્નતિની લહેર પણ જોવા મળી શકે છે. વેશ્વિક રોકાણકારો ૨૦૨૧-૨૨ના અંતમાં રોકાણ પાછું ખેંચી રહ્યા હતા પરંતુ યુક્રેન – રશિયા યુદ્વ ઉપરાંત ચીન અને અમેરિકા વચ્ચેની કોલ્ડવોર ભારતને આર્થિક સ્તરે ફળી શકે છે. વૈશ્વિક રોકાણકારો ફરી ભારતમાં રોકાણ કરશે એમ મનાય છે. આગામી દિવસોમાં કોર્પોરેટ પરિણામો પ્રોત્સાહક નીવડવાની પૂરી શકયતા વચ્ચે નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩માં બીએસઇ સેન્સેક્સ અને નિફટી ફ્યુચર નવી ઐતિહાસિક સપાટી નોંધાવી શકે છે. બાકી મારી અંગત સલાહ મુજબ તબક્કાવાર નફો બુક કરે એ શાણો રોકાણકાર…કેમ ખરું ને..!!!
નિફ્ટી ફ્યુચર બંધ :- ( ૧૭૭૩૭ ) :- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૭૯૭૯ પોઇન્ટના પ્રથમ અને ૧૮૦૦૮ પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે ૧૭૬૭૬ પોઇન્ટથી ૧૭૬૦૬ પોઇન્ટ, ૧૭૪૭૪ પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૧૮૦૦૮ પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!
બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ :- ( ૩૭૨૪૦ ) :- આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૭૮૦૮ પોઇન્ટના પ્રથમ અને ૩૮૦૦૮ પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસ ટ્રેડિંગ સંદર્ભે ૩૭૦૦૭ પોઇન્ટથી ૩૬૮૦૮ પોઇન્ટ, ૩૬૬૭૬ પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૮૦૦૮ પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!
હવે જોઇએ અંગત અભિપ્રાયરૂપી સાપ્તાહિક સ્ટોક……
૧) ફોર્ટિસ હેલ્થકેર ( ૨૮૦ ) :- હોસ્પિટલ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૨૬૩ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૨૪૪ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૨૯૩ થી રૂ.૩૦૩ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે….!! રૂ.૩૧૩ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
૨) નોસિલ લિમિટેડ ( ૨૪૨ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૨૨૭ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ..!!! રૂ.૨૧૮ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૨૫૭ થી રૂ.૨૭૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!
૩) ગ્રીનપ્લાય ઈન્ડસ્ટ્રીઝ ( ૨૧૦ ) :- રૂ.૧૯૬ નો પ્રથમ તેમજ રૂ.૧૮૭ ના બીજા સપોર્ટથી સાપ્તાહિક ટ્રેડીંગલક્ષી આ સ્ટોક રૂ.૨૩૨ થી રૂ.૨૪૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે ….!!!
૪) મિન્દા કોર્પોરેશન ( ૨૦૬ ) :- ઓટો કોમ્પોનન્ટ્સ & ઇક્વિપમેન્ટ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૨૧૮ થી રૂ.૨૩૦ ના ભાવની સંભાવના ધરાવે છે.!! રૂ.૧૮૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો……..!!
૫) અદાણી પાવર ( ૧૮૭ ) :- રૂ.૧૭૩ નો પ્રથમ તેમજ રૂ.૧૬૫ ના સ્ટોગ સપોર્ટથી ઇલેક્ટ્રિક યુટિલિટીઝ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક ટૂંકાગાળે રૂ.૧૯૭ થી રૂ.૨૦૨ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા….!!!
૬) વેલસ્પન કોર્પ ( ૧૬૦ ) :- સ્થાનિક ફંડોની લેવાલીની શક્યતાએ આ સ્ટોકમાં રૂ.૧૪૭ આસપાસના સપોર્ટથી ડિલેવરીબેઇઝ રોકાણ રૂ.૧૭૫ થી રૂ.૧૮૮ ના ભાવની સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!
૭) પ્રીકોલ લિમિટેડ ( ૧૨૪ ) :- આ સ્ક્રીપમાં નજીકનો પ્રથમ રૂ.૧૧૩ ના સ્ટ્રોંગ સ્ટોપલોસે સાપ્તાહિક અંદાજીત રૂ.૧૩૭ થી રૂ.૧૪૪ ના સંભવિત ભાવની શક્યતા છે…!!
૮) તામિલનાડુ પેટ્રો ( ૧૧૦ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ પેટ્રોકેમિકલ્સ સેક્ટરનો આ સ્ટોક રૂ.૯૯ આસપાસ રોકાણકારે રૂ.૧૨૨ થી રૂ.૧૨૮ ના ટાર્ગેટ ભાવની શક્યતાએ તબક્કાવાર રોકાણ કરવું. ટૂંકાગાળે રૂ.૮૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!
ટ્રેડીંગ સંદર્ભે ફ્યુચર સ્ટોક ધ્યાને લઈએ તો ……
૧) ટેક મહિન્દ્ર ( ૧૪૯૭ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ આ ફ્યુચર સ્ટોક રૂ.૧૪૬૦ ના સપોર્ટથી ખરીદવાલાયક..!! ટેકનોલોજી સેક્ટરનો આ સ્ટોક ટૂંકાગાળે રૂ.૧૫૨૩ થી રૂ.૧૫૫૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે….!!
૨) મુથુત ફાઈનાન્સ ( ૧૩૫૩ ) :- આ સ્ટોક રૂ.૧૩૨૩ નો પ્રથમ તેમજ રૂ.૧૩૦૩ ના બીજો અતિ મહત્વનો સપોર્ટ ધરાવે છે. ફયુચર ટ્રેડીંગ સંદર્ભે ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.૧૩૭૭ થી રૂ.૧૩૯૦ સુધી ની તેજી તરફ રુખ નોંધાવશે..!!
૩) અદાણી પોર્ટ્સ ( ૭૮૭ ) :- ૧૨૫૦ શેર નું ફયુચર ધરાવતો આ સ્ટોક રૂ.૭૬૦ નો પ્રથમ તેમજ રૂ.૭૪૭ ના સ્ટ્રોંગ સપોર્ટ થી ખરીદવાલાયક…!! પોર્ટ & પોર્ટ સર્વિસ સેક્ટરનો આ સ્ટોક સાપ્તાહિક ટ્રેડીંગલક્ષી રૂ.૮૦૩ થી રૂ.૮૧૩ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા છે….!!
૪) લાર્સન એન્ડ ટૂબ્રો ( ૧૭૯૫ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૮૨૮ આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂ.૧૮૪૪ ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ.૧૭૭૭ થી રૂ.૧૭૬૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૮૬૦ ઉપર પોઝીટીવ બ્રેકઆઉટ…!!
૫) સિપ્લા લિમિટેડ ( ૧૦૨૧ ) :- રૂ.૧૦૫૩ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૦૬૭ ના સ્ટોપલોસે વેચવાલાયક….!! ટૂંકાગાળે રૂ.૧૦૦૮ થી રૂ.૯૯૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!! રૂ.૧૦૮૦ ઉપર તેજી તરફી ધ્યાન… !!
૬) ઈન્ડસઈન્ડ બેન્ક ( ૯૭૨ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૯૯૭ આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂ.૧૦૦૮ ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ.૯૫૫ થી રૂ.૯૨૯ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૦૨૩ ઉપર પોઝીટીવ બ્રેકઆઉટ…!!
રોકાણ સંદર્ભે સ્મોલ સેવિંગ્ઝ સ્ટોક ધ્યાને લઈએ તો……
૧) RCF લિમિટેડ ( ૮૮ ) :- ફર્ટિલાઇઝર સેક્ટરનો આ સ્ટોક ડિલેવરીબેઇઝ રૂ.૯૪ થી રૂ.૧૦૩ ના ભાવની સંભાવના ધરાવે છે…!! રૂ.૮૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!
૨) થોમસ કૂક ( ૭૦ ) :- ડિલેવરીબેઇઝ રોકાણકારે ટુર, ટ્રાવેલ રિલેટેડ સર્વિસ સેક્ટરનાં આ સ્ટોકને રૂ.૬૩ ના અતિ મહત્વના સપોર્ટથી ખરીદવાલાયક…!! સાપ્તાહિક ટ્રેડિંગ સંદર્ભે રૂ.૭૭ થી રૂ.૮૪ સુધીની તેજી તરફી રૂખ નોંધાવશે…!!!
૩) NCC લિમિટેડ ( ૬૧ ) :- ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૫૫ નો પ્રથમ તેમજ રૂ.૪૭ ના સ્ટ્રોંગ સપોર્ટ થી ખરીદવાલાયક…!! સિવિલ કન્સ્ટ્રક્શન સેકટરનો આ સ્ટોક ટુંકાગાળે રૂ.૬૬ થી રૂ.૭૨ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શકયતા…!!
૪) ભારત હેવી ઈલેક્ટ્રિકલ્સ ( ૫૦ ) :- રૂ.૪૪ આસપાસ રોકાણલક્ષી આ સ્ટોક મધ્યગાળે રૂ.૫૫ થી રૂ.૬૩ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!! રૂ.૬૩ ઉપર તેજી તરફી ધ્યાન…..!!
નિફટી ફયુચર રેન્જ ૧૭૪૭૪ થી ૧૮૦૦૮ પોઇન્ટ ધ્યાને લેવી…!!!
લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે
ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!
( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )