Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયદેશમાં બેરોજગારીએ ફરી મોં ફાડયું, વર્ષની ટોચે

દેશમાં બેરોજગારીએ ફરી મોં ફાડયું, વર્ષની ટોચે

- Advertisement -

દેશમાં બેરોજગારીની સમસ્યા ગંભીર સ્વરૂપ ધારણ કરી છે. કેન્દ્ર અને રાજ્ય સરકારો રોજગારીના અનેક વચનો આપી રહી હોવા છતાં ઓગસ્ટમાં દેશમાં બેરોજગારીનો દર ઉછળી 8.3 ટકા થયો હતો. બેકારીનો આ દર એક વર્ષના સર્વોચ્ચ સ્થાને છે. અગાઉના મહિનાની સરખામણીમાં ઓગસ્ટમાં નોકરીઓમાં 20 લાખ ઘટીને 39.46 કરોડ થઈ હતી, એમ સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમીના ડેટામાં જણાવાયું છે. ડેટા મુજબ જુલાઈમાં બેરોજગારીનો દર 6.8 ટકા રહ્યો હતો અને નોકરીની સંખ્યા 39.7 કરોડ રહી હતી. ઈખઈંઊના મેનેજિંગ ડાયરેક્ટર મહેશ વ્યાસે જણાવ્યું હતું કે ગ્રામીણ વિસ્તારના બેરોજગારીના દરની સરખામણીમાં શહેરી બેરોજગારીનો દર 8 ટકાના ઊંચા સ્તરે રહ્યો હતો, જે સામાન્ય રીતે સાત ટકા રહેતો હોય છે. ઓગસ્ટ 2022માં શહેરી બેરોજગારીનો દર ઉછળીને 9.6 ટકા થયો હતો અને ગ્રામીણ બેરોજગારીનો દર 7.7 ટકા રહ્યો હતો. ગુજરાતમાં ઓગસ્ટ દરમિયાન બેરોજગારીનો દર 2.6 ટકા રહ્યો હતો.

- Advertisement -

વ્યાસે વધુમાં જણાવ્યું હતું કે અનિશ્ચિત વરસાદને કારણે વાવેતરની પ્રવૃત્તિઓને અસર થઈ હતી અને ગ્રામીણ બેરોજગારીમાં તેનાથી વધારો થયો હતો. ગ્રામીણ ભારતમાં બેકારીનો દર જુલાઈમાં 6.1 ટકા હતો, જે ઓગસ્ટમાં 7.7 ટકા થયો હતો.સૌથી વધુ મહત્ત્વનું એ છે કે રોજગારીનો દર 37.3 ટકાથી કથળીને 37.6 ટકા થયો હતો. વ્યાસે જણાવ્યું હતું કે આગામી સમયગાળામાં ગ્રામીણ બેરોજગારીમાં ઘટાડો થઈ શકે છે, કારણ કે વિલંબિત ચોમાસાથી ચોમાસાની સીઝનના અંત ભાગ સુધીમાં કૃષિ પ્રવૃત્તિઓમાં વધારો થશે. જોકે શહેરી બેરોજગારીનો દર આગામી સમયગાળામાં કેવો હશે તે અંગે સ્પષ્ટતા નથી. હાલમાં તે ઘણા ઊંચા સ્તરે છે.

ઈખઈંઊના ક્ધઝ્યુમર પિરામીડ હાઉસહોલ્ડ સરવેમાં બહાર આવ્યું છે કે ભારતના યુવાનો (15થી 24 વર્ષ)માં બેરોજગારીનો દર 2021-22માં અગાઉના વર્ષના 10.9 ટકાની સામે 10.4 ટકા રહ્યો હતો, જે 2020 માટે 23.2 ટકાના વર્લ્ડ બેન્કના અંદાજ કરતાં ઘણો નીચો છે. સરવેમાં જણાવાયા મુજબ 2016-17માં યુવાનોમાં બેરોજગારીનો 20.9 ટકા હતો, જે 2017-18મા ઘટીને 17.9 ટકા, 2018-19માં 15.5 ટકા અને 2019-20માં 14.7 ટકા રહ્યો હતો. કોરોના મહામારીના પ્રથમ વર્ષ 2020-21માં યુવાનમાં બેરોજગારીનો દર 10.9 ટકા થયો હતો. ડેટામાં જણાવ્યા મુજબ ઓગસ્ટ દરમિયાન હરિયાણામાં બેરોજગારીનો દર સૌથી ઊંચો 37.3 ટકા રહ્યો હતો. આ પછી જમ્મુ કાશ્મીરમાં 32.8 ટકા, રાજસ્થાનમાં 31.4 ટકા, ઝારખંડમાં 17.3 ટકા અને ત્રિપુરામાં 16.3 ટકા રહ્યો હતો. છત્તીસગઢમાં બેરોજગારીનો દર સૌથી નીચો એટલે કે 0.4 ટકા રહ્યો હતો. આ ઉપરાંત મેઘાલયમાં 2 ટકા, મહારાષ્ટ્રમાં 2.2 ટકા અને ઓડિશામાં 2.6 ટકા રહ્યો હતો. ગુજરાતમાં ઓગસ્ટ દરમિયાન બેરોજગારીનો દર 2.6 ટકા રહ્યો હતો.ઓગષ્ટમાં બેરોજગારીનો દર 6.8 ટકાથી વધીને 8.3 ટકા થયો

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular