Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરલાલપુર બાયપાસે સર્જાતી ટ્રાફિકજામની સમસ્યાનો આવશે અંત...

લાલપુર બાયપાસે સર્જાતી ટ્રાફિકજામની સમસ્યાનો આવશે અંત…

રૂા.50 લાખની નવી નકોર ઇનોવા કારમાં ફરશે મેયર અને કમિશનર

- Advertisement -

જામનગરની ભાગોળે આવેલાં લાલપુર બાયપાસ જંકશન પર વારંવાર સર્જાતી ટ્રાફિકજામની સમસ્યાના નિરાકરણ માટે જામનગર મહાપાલિકા અહીં રૂા.65 કરોડના ખર્ચે ઓવરબ્રિજ બનાવશે. આ માટેની દરખાસ્તનો સ્થાયી સમિતિએ સૈધાંતિક સ્વિકાર કર્યો છે. આ ઉપરાંત જામ્યુકોના કમિશનર અને મેયર માટે રૂા.50 લાખના ખર્ચે બે નવી ઇનોવાકાર ખરીદવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

- Advertisement -

ચેરમેન મનીષ કટારીયાના અધ્યક્ષ સ્થાને યોજાયેલી જામ્યુકોની સ્થાયી સમિતિની બેઠકમાં રૂા.65 કરોડના ઓવરબ્રિજ ઉપરાંત રૂા.4.63 કરોડના જુદા-જુદા વિકાસકામોને બહાલી આપવામાં આવી હતી. લાલપુર બાયપાસ પર વારંવાર ટ્રાફિકજામની સમસ્યા સર્જાય છે. ઓદ્યોગિક વિસ્તાર તેમજ વિસ્તરતા જતાં રહેણાંક વિસ્તારને કારણે આ જંકશન પર દરરોજ 1 લાખથી વધુ કામદારોની અવરજવર રહે છે. ત્યારે ટ્રાફિક સમસ્યાના કાયમી નિરાકરણ માટે અહીં ઓવરબ્રીજ બનાવવો જરૂરી બની ગયો હોય. આજે યોજાયેલી સ્થાયી સમિતિની બેઠકમાં ઓવરબ્રિજ બનાવવાની દરખાસ્તનો સૈધાતિક સ્વિકાર કરવામાં આવ્યો હતો. આ માટે ગ્રાન્ટ ફાળવવા રાજય સરકારમાં રજૂઆત કરવામાં આવી છે. સરકાર તરફથી ગ્રાન્ટ ઉપલબ્ધ થયેલ અહીં ઓવરબ્રીજની કામગીરી શરૂ કરવામાં આવશે.

- Advertisement -

બેઠકમાં મ્યુ.કમીશનર અને મેયરની કારના નિર્ધારીત કિ.મી. પૂરા થઇ ગયા હોય બંન્ને માટે રૂા.50 લાખના ખર્ચે બે નવી ઇનોવાકાર ખરીદવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો હતો. બેઠકમાં આ ઉપરાંત શહેરના જુદાં જુદાં ઝોનમાં ભુર્ગભ ગટરની સફાઇ, સિવીલ કામ, રોડ રસ્તાની મરામત, પાણીની પાઇપલાઇનના મજબૂતીકરણ વગેરે કામો માટે રૂા.4.63 કરોડના ખર્ચને મંજૂરી આપવામાં આવી હતી. બેઠકમાં સમિતીના કુલ 11 સભ્યો ઉપરાંત મેયર બિનાબેન કોઠારી, કમિશનર વિજય ખરાડી, નાયમ કમિશનર વસતાણી, આસી.કમિશનર બી.જે.પંડયા તેમજ જુદાં-જુદાં વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular