Saturday, December 21, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં સીસી રોડની સમસ્યા જામ્યુકોએ ન ઉકેલતા પીએમઓ કાર્યાલય સુધી રજૂઆત

જામનગરમાં સીસી રોડની સમસ્યા જામ્યુકોએ ન ઉકેલતા પીએમઓ કાર્યાલય સુધી રજૂઆત

અવાર-નવાર સીસી રોડમાં ખોદકામ બાદ રોડ રિપેર ન થતાં જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં રજૂઆત

- Advertisement -

જામનગરમાં ન્યુજેલ રોડ હુન્નરશાળા પાસે આવેલી પ્રેમચંદ શેઠ કોલોની વિસ્તારમાં પાણીની પાઇપલાઇન માટે વખતો-વખત સીસી રોડ તોડવામાં આવતાં આ અંગે આ વિસ્તારના નાગરિક દ્વારા મહાનગરપાલિકાથી લઇ પીએમ ઓફિસ સુધી રજૂઆત કર્યા બાદ આ ફરિયાદ સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં લઇ જવામાં આવી છે.

- Advertisement -


જામનગરમાં ન્યુજેલ રોડ પાસે આવેલી પ્રેમચંદ શેઠ કોલોની શેરી નં. 5માં થોડા વર્ષો અગાઉ જ સીસી રોડ બનાવવામાં આવ્યો હતો. આ રોડમાં જામનગર મહાનગરપાલિકાની વોટર વર્કસ શાખા દ્વારા સમયાંતરે પાણીની પાઇપલાઇન રિપેરીંગના કામો માટે સીસી રોડ તોડવામાં આવ્યા હતાં.પાણીના પાઇપલાઇનના રિપેરીંગની કામગીરી પૂર્ણ થયા બાદ આ રોડનું યોગ્ય રીતે સમારકામ કરવામાં ન આવતાં રોડ ઉપર અનેક જગ્યાએ ખાડાઓ પડી ગયા છે. જેના કારણે વાહન ચાલકો તથા રાહદારીઓને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. તેમજ ચોમાસામાં ખાડામાં પાણી ભરાતાં મચ્છર તથા અન્યો જીવોનો ઉપદ્રવ વધી જાય છે. આ અંગે આ વિસ્તારના નાગરિક હિરેનભાઇ ગુઢકા દ્વારા 20 સપ્ટેમ્બરના રોજ જામનગર મહાનગરપાલિકામાં ઓનલાઇન ફરિયાદ કરી હતી. આમ છતાં આ અંગે કોઇ કાર્યવાહી ન થતાં 11 ઓકટોબરના રોજ પીએમઓ કાર્યાલયમાં પણ ફરિયાદ કરી હતી. ત્યારબાદ પીએમ ઓફિસ દ્વારા પણ આ અંગે જામનગર મહાનગરપાલિકા પાસે ખુલાસો માંગવામાં આવ્યો હતો. આમ છતાં આ સમસ્યાનું કોઇ નિરાકરણ ન આવતાં અરજદાર નાગરિક દ્વારા હવે જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં ફરિયાદ રજૂ કરીને રસ્તો રિપેર કરી આપવા માગણી કરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular