Sunday, December 22, 2024
Homeરાજ્યસરકારના કથિત અયોગ્ય નિર્ણયના સંદર્ભમાં ખંભાળિયાના ખાનગી તબીબોએ સજ્જડ હડતાલ પાડી

સરકારના કથિત અયોગ્ય નિર્ણયના સંદર્ભમાં ખંભાળિયાના ખાનગી તબીબોએ સજ્જડ હડતાલ પાડી

80 જેટલા ખાનગી ડોક્ટરો કામગીરીથી અલિપ્ત રહ્યા

- Advertisement -
ગુજરાતમાં ખાનગી દવાખાનાઓ માટે ખાસ કરીને આઈ.સી.યુ. યુનિટ ગ્રાઉન્ડ ફ્લોર ઉપર રાખવા સહિતના બહાર પાડવામાં આવેલા નિયમોનો સમગ્ર રાજ્યમાં વિરોધ ઊઠવા પામ્યો છે. ઈન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા આપવામાં આવેલા ગઈકાલના સામુહિક હડતાલમાં ખંભાળિયા આઈ.એમ.એ.ના તમામ તબીબો જોડાયા હતા.
ખાનગી તબીબો દ્વારા આપવામાં આવેલા શુક્રવારના હડતાલ આંદોલનમાં ખંભાળિયાના એસોસિએશનના તમામ 60 જેટલા દવાખાનાઓ જોડાયા હતા અને તાલુકાની આ હોસ્પિટલોમાં કાર્યરત 80 જેટલા ખાનગી તબીબોએ ગઈકાલે સવારથી તેમની કામગીરીથી દૂર રહેતા આ હોસ્પિટલો બંધ રહી હતી.
 આમ, ખાનગી તબીબોએ તેમની કામગીરીથી અલિપ્ત રહી, સરકારના નિર્ણયનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો. આના કારણે તાલુકાના અનેક દર્દીઓ ભારે હાલાકીમાં મુકાઇ ગયા હતા અને સરકારી હોસ્પિટલનો સહારો લેવો પડ્યો હતો. જેથી અહીં મોટી સંખ્યામાં દર્દીઓની ભીડ જોવા મળી રહી. મહત્વની બાબત તો એ છે કે અહીંની સરકારી હોસ્પિટલમાં પૂરતી સુવિધાઓ ન હોવાના કારણે દર્દીઓને જામનગર સુઘી લાંબા થવું પડ્યું હતું અને અનેક દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
આ હડતાલ આંદોલનને ખંભાળિયા આઈ.એમ.એ.ના પ્રેસિડેન્ટ ડો. નિસર્ગ રાણીંગા તેમજ સેક્રેટરી ડો. નિરવ રાયમગીયાના વડપણ હેઠળ સફળતા મળી હતી. આજથી ખાનગી તબીબોની સેવા પૂર્વવત શરૂ થઈ જતા દર્દીઓ તથા તેમના પરિવારજનોએ રાહતની લાગણી અનુભવી હતી.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular