Sunday, December 22, 2024
Homeરાષ્ટ્રીય‘મન કી બાત’માં પ્રધાનમંત્રીનું મન વ્યથિત

‘મન કી બાત’માં પ્રધાનમંત્રીનું મન વ્યથિત

- Advertisement -

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે રેડિયો પર મન કી બાત કરી હતી. જેમાં મોદીએ કહ્યું કે 26 જાન્યુઆરીએ તિરંગાના અપમાનને જોઈને દેશ ખૂબ દુ:ખી થયો. આપણે આવનારા સમયને નવી આશા અને અપેક્ષાઓથી ભરવાનો છે. આપણે અસાધારણ ક્ષમતાનો પરિચય આપ્યો છે અને આગળ પણ આપણે એમ જ કરવાનું છે. વર્ષની શરૂઆતની સાથે જ કોરોનાની વિરુદ્ધ લડાઈને પણ એક વર્ષ પુરું થયું છે. વેક્સિનેશન પ્રોગ્રામ દુનિયામાં ઉદાહરણ બની રહ્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે 2021ના પહેલા મન કી બાત કાર્યક્રમ મારફતે દેશને સંબોધન કર્યું હતું. 73મા મન કી બાત કાર્યક્રમમાં પીએમ મોદીએ ગણતંત્ર દિવસના મોકે કિસાનોની ટ્રેક્ટર પરેડ દરમિયાન હિંસાનો ઉલ્લેખ કર્યો હતો કે કહ્યું હતું કે, 26 જાન્યુઆરીના ત્રિરંગાનાં અપમાનથી દેશ દુ:ખી છે. પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, તેઓ મન કી બાત કરે ત્યારે એવું લાગે છે કે તેઓ લોકો સાથે પરિવારના સભ્ય તરીકે ઉપસ્થિત છે.પીએમએ કહ્યું હતું કે, આગામી સમયને નવી આશા અને નવીનતાથી ભરવાની છે.
પીએમ મોદીએ કહ્યું હતું કે, રાષ્ટ્રએ અસાધારણ કાર્ય કરી રહેલા લોકોને તેમની ઉપલબ્ધિઓ અને માનવતા પ્રત્યે યોગદાન માટે સન્માનિત કર્યા છે. ચાલુ વર્ષે પણ પુરસ્કાર મેળવનારા લોકોમાં અલગ અલગ ક્ષેત્રોમાં નોંધપાત્ર કામ કરતા લોકો સામેલ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular