પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉત્તરપ્રદેશના બલરામપૂરમાં સરયૂ કેનાલ રાષ્ટ્રીય પરિયોજનાનું ઉદ્ધાટન કરશે. સરયૂ કેનાલ નેશનલ પ્રોજેક્ટના ઉદ્ઘાટન પહેલા પીએમ મોદીએ ટ્વિટ કરીને અગાઉની સરકારોની ઝાટકણી કાઢી હતી. તેણે લખ્યું, “તમને જાણીને નવાઈ લાગશે કે સરયૂ કેનાલ પ્રોજેક્ટ પર કામ 1978માં શરૂ થયું હતું પરંતુ આ પ્રોજેક્ટ 4 દાયકા સુધી પૂરો થયો ન હતો. ખર્ચા વધ્યા અને લોકોની મુશ્કેલી પણ વધી. અમે 4 દાયકાથી અધૂરા પ્રોજેક્ટને 4 વર્ષમાં પૂર્ણ કર્યો છે.
પૂર્વાંચલની પાંચ નદીઓને જોડીને તૈયાર કરાયેલ આ સરયૂ કેનાલ પ્રોજેક્ટ પીએમ મોદીના ડ્રીમ પ્રોજેક્ટ્સમાંનો એક હતો. પ્રોજેક્ટના ઉદ્ઘાટન પહેલા પીએમ મોદીએ આ પ્રોજેક્ટનું મહત્વ જણાવતા કહ્યું કે જે પ્રોજેક્ટ 4 દાયકાથી અટવાયેલો હતો તે અમે 4 વર્ષમાં પૂર્ણ કર્યો છે. આ આખો પ્રોજેક્ટ 9800 કરોડ રૂપિયામાં પૂરો થયો છે, જે યુપીના 7 જિલ્લાના ખેડૂતો માટે વરદાન સાબિત થઈ શકે છે. પ્રોજેક્ટના ઉદ્ઘાટન માટે આજે પીએમ મોદી બપોરે 1વાગ્યે બલરામપુર પહોચશે. અને બાદમાં સભાને પણ સંબોધિત કરશે.
સિંચાઈની દ્રષ્ટિએ યુપીના સાત જિલ્લાના 29 લાખ લોકોને તે ભેટ મળશે જેની તેઓ 40 વર્ષથી રાહ જોઈ રહ્યા હતા. આ પિરયોજનામાં પાંચ નદીઓને જોડવામાં આવી છે. ધાધર, સરયૂ, રાપ્તી, બાણગંગા અને રોહિન નદિયોને જોડતા 318 કિલોમીટર લાંબી મુખ્ય નહર અને તેને જોડાયેલી 6600 કિલોમીટર લિંક નહર વાળી ઉક્ત નહરથી પુર્વાંચલનાં નવ જીલ્લા બહરાઇચ, શ્રાવસ્તી, બલરામપુર, ગોંડા, બસ્તી, મહારાજગંજ, સિદ્ધાર્થ નગર, સંત કબીર નગર અને ગોરખપુરનાં આશરે 29 લાખ ખેડૂતોને તેનો લાભ મલશે. આ પરિયોજનાને 9800 કરોડ રૂપિયામાં પૂર્ણ કરવામાં આવ્યું જ્યારે તે માટે 4600 કરોડ રૂપિયાની ફાળવણી ગત ચાર વર્ષ દરમિયાન કરવામાં આવી હતી.આ પરિયોજના પર કામની શરૂઆત 1978માં થઇ હતી. પરંતુ બાદમાં કામગીરી અટકી જતા વર્ષ 2016થી તેનાં પર કામ ચાલુ છે.