Wednesday, December 25, 2024
Homeરાજ્યગુજરાતપ્રધાનમંત્રીએ એક સાથે 10 નવી ‘વંદે ભારત’ દોડાવી

પ્રધાનમંત્રીએ એક સાથે 10 નવી ‘વંદે ભારત’ દોડાવી

- Advertisement -

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાંથી રૂ. 85 હજાર કરોડના વિકાસ કામોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરીને દેશને મોટી ભેટ આપી છે. આ સમયગાળા દરમિયાન, વડા પ્રધાને 10 નવી વંદે ભારત ટ્રેનોને પણ લીલી ઝંડી બતાવી હતી. આ દરમિયાન પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે વિકસિત ભારત માટે જે નવું નિર્માણ થઈ રહ્યું છે તે સતત વિસ્તરી રહ્યું છે. દેશના ખૂણે ખૂણે પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે, નવી નવી યોજનાઓ શરૂ થઈ રહી છે. તેમણે વધુમાં કહ્યું કે આજે હું દેશને ખાતરી આપું છું કે આગામી 5 વર્ષમાં તમે ભારતીય રેલ્વેમાં એવું પરિવર્તન જોશો જેની તમે કલ્પના પણ નહીં કરી હોય. આ દિવસ આ સંકલ્પશક્તિનો જીવંત પુરાવો છે.

- Advertisement -

પીએમ મોદીએ વધુમાં કહ્યું કે ‘જો હું વર્ષ 2024ની જ વાત કરૂં તો આ 75 દિવસમાં 11 લાખ કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવામાં આવ્યો છે. છેલ્લા 10-12 દિવસમાં જ 7 લાખ કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવામાં આવ્યો છે. આજે પણ દેશે વિકસિત ભારત તરફ મોટું પગલું ભર્યું છે. આ કાર્યક્રમમાં આજે રૂ. 1 લાખ કરોડથી વધુના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. તેમાંથી આજે દેશને રૂ. 85 હજાર કરોડથી વધુના રેલવે પ્રોજેક્ટ મળ્યા છે.’

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુમાં કહ્યું કે ‘ભારત એક યુવા દેશ છે, અહીં મોટી સંખ્યામાં યુવાનો રહે છે. હું ખાસ કરીને મારા યુવા મિત્રોને કહેવા માંગુ છું કે આજનો ઉદ્ઘાટન તમારા વર્તમાન માટે છે અને આજે જે શિલાન્યાસ કરવામાં આવ્યો છે તે તમારા ઉજ્જવળ ભવિષ્યની ગેરંટી લઈને આવ્યો છે.’

- Advertisement -

પીએમ મોદીએ પોતાના ભાષણમાં વધુમાં કહ્યું કે ‘2014 પહેલા દેશમાં 6 નોર્થ ઈસ્ટ રાજયો હતા જેની રાજધાની આપણા દેશની રેલ્વે સાથે જોડાયેલી ન હતી. 2014માં દેશમાં 10 હજારથી વધુ માનવરહિત રેલવે ક્રોસિંગ હતા, જયાં અવારનવાર અકસ્માતો થતા હતા. 2014 માં, માત્ર 35% રેલ્વે લાઈનોનું વીજળીકરણ થયું હતું. રેલ્વે લાઇનને ડબલ કરવી એ અગાઉની સરકારોની પ્રાથમિકતા નહોતી.’ આ સાથે દેશમાં સ્થાનિક ઉત્પાદોને પ્રોત્સાહન આપવા માટે 1500થી વધુ વન સ્ટેશન વન પ્રોડક્ટ સ્ટોલનું પણ પ્રધાનમંત્રી લોકાર્પણ કર્યું છે. આ સાથે 975 સ્થાનો પર સૌર ઉર્જાથી ચાલતા સ્ટેશન અને ઇમારતોનું લોકાર્પણ પીએમ મોદીના હસ્તે કરવામાં આવ્યું છે. આ ઉપરાંત દેશના વિવિધ રેલવે જંક્શન પર બનાવાયેલા નવા 229 ગુડ્સ શેડનું પણ પ્રધાનમંત્રી ગુજરાતથી લોકાર્પણ કર્યું છે.

અમદાવાદના સાબરમતી નદીના કિનારે આવેલા ઐતિહાસિક સાબરમતી આશ્રમનું રૂપિયા 1200 કરોડના ખર્ચે રિડેવલપમેન્ટ કરાશે. આજે દાંડી કૂચ દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ’મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમ પુન: નિર્માણ પ્રોજેક્ટ’નો પ્રારંભ કરાવ્યો છે. આ આશ્રમ આઝાદીની ચળવળ દરમિયાન અનેક ઐતિહાસિક ઘટનાનો સાક્ષી રહ્યો છે. 17 જૂન 1917ના સાબરમતી આશ્રમની સ્થાપના કરવામાં આવી હતી. એ વખતે 132 એકરમાં ફેલાયેલા સાબરમતી આશ્રમની જમીનની કિંમત રૂપિયા 26972 જ્યારે મકાનોની કિંમતનો રૂપિયા 2,95,121નો ખર્ચ થયો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular