Sunday, January 11, 2026
Homeસમાચારઆંતરરાષ્ટ્રીયકેનેડાના વડાપ્રધાન ઘર છોડીને ભાગ્યા

કેનેડાના વડાપ્રધાન ઘર છોડીને ભાગ્યા

કોરોના વેક્સીનના આદેશ અને અન્ય જાહેર આરોગ્ય પ્રતિબંધોને ખતમ કરવાની માંગ સાથે હજારો પ્રદર્શનકારીઓએ વડાપ્રધાનના નિવાસસ્થાને ઘેરાવ કર્યો

કેનેડામાં કોરોના ફરજીયાત વેક્સિનના આદેશ સામે જોરદાર વિરોધ થઈ રહ્યો છે. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો પરિવાર સાથે ઘર છોડીને ગુપ્ત જગ્યાએ જતા રહ્યા છે. હજારો ટ્રક ડ્રાઇવરો અને અન્ય વિરોધીઓ રાજધાની શહેરમાં એકઠા થયા હતા અને પીએમ ટ્રુડોના નિવાસસ્થાને ઘેરી લીધુ હતુ. ટ્રક ડ્રાઈવરો દેશમાં કોરોના વેક્સિનને ફરજિયાત બનાવવા અને લોકડાઉન લાદવાની વિરુદ્ધ છે. તેમણે તેમના 70 કિલોમીટર લાંબા કાફલાને ‘ફ્રીડમ કોન્વોય’ નામ આપ્યું છે.

- Advertisement -

કહેવામાં આવી રહ્યું છે કે શનિવારે કોરોના વેક્સીનના આદેશ અને અન્ય જાહેર આરોગ્ય પ્રતિબંધોને ખતમ કરવાની હાકલ કરવા માટે રાજધાની શહેરમાં હજારો ટ્રક ડ્રાઈવરો અને અન્ય વિરોધીઓ ભેગા થયા હતા અને પીએમ ટ્રુડોના નિવાસસ્થાને ઘેરી લીધુ હતુ. ભારે વિરોધ વચ્ચે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો તેમના પરિવાર સાથે તેમનું નિવાસસ્થાન છોડીને અન્ય ગુપ્ત સ્થાને જતા રહ્યા છે.

પ્રદર્શનકારીઓએ કોવિડ પ્રતિબંધોની સરખામણી ફાસીવાદ સાથે કરી છે. તેઓએ કેનેડિયન ધ્વજની સાથે નાઝી પ્રતીકો દર્શાવ્યા છે. કેટલાક પ્રદર્શનકારીઓએ કેનેડાના વડાપ્રધાન ટ્રુડો પર નિશાન સાધતા તેમની આકરી ટીકા કરી છે. મોન્ટ્રીયલના ડેવિડ સેન્ટોસે કહ્યું કે તેઓ માને છે કે વેક્સિનેશન ફરજિયાત બનાવવું એ સ્વાસ્થ્ય સંબંધિત નથી, આ સરકાર દ્વારા એક કાવતરું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular