Monday, December 23, 2024
Homeરાજ્યગુજરાતપ્રધાનમંત્રીએ પાંચમી ‘વંદે ભારત’ ટ્રેનને પ્રસ્થાન કરાવ્યું

પ્રધાનમંત્રીએ પાંચમી ‘વંદે ભારત’ ટ્રેનને પ્રસ્થાન કરાવ્યું

દક્ષિણ ભારતમાં ચેન્નાઇ-મૈસુર વચ્ચે દોડશે આ ટ્રેન

- Advertisement -

ભારતને આજે પાંચમી વંદે ભારત ટ્રેનની ભેટ મળી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી દક્ષિણ ભારતની બે દિવસીય મુલાકાતે છે. આ દરમિયાન તેમણે ચેન્નાઈ-મૈસુર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની ભેટ આપી છે. આ દેશની પાંચમી અને દક્ષિણ ભારતની પ્રથમ વંદે ભારત ટ્રેન છે. ચેન્નાઈ મૈસૂર વંદે ભારતની ટ્રાયલ રન ચેન્નાઈના એમજી રામચંદ્રન સેન્ટ્રલ રેલવે સ્ટેશનથી શરૂ થઇ છે.

- Advertisement -

વિશ્ર્વ કક્ષાનું વંદે ભારત સંપૂર્ણપણે સ્વદેશી રીતે નિર્મિત છે અને મુસાકરોને ઘણી આધુનિક સુવિધાઓ પ્રદાન કરે છે. આ ટ્રેન ’મેક ઇન ઇન્ડિયા’નું સફળતમ ઉદાહરણ છે. જણાવી દઈએ કે દેશની પ્રથમ વંદે ભારત ટ્રેન 15 કેબ્રુઆરી, 2019ના રોજ દિલ્હી-કાનપુર-વારાણસી રૂટ પર દોડાવવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular