આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આપણને આઝાદી કોણે અપાવી ? પ્રશ્નનો જવાબ શોધવાની એક ભવ્ય સ્પર્ધા ગુજરાત પ્રાંતિય આર્ય પ્રતિનિધિ સભા દ્વારા સમગ્ર ગુજરાતના સ્પર્ધકોને આવરી લઈને ધો.9 – 10 ના વિદ્યાર્થીઓ માટે એક સ્પર્ધાત્મક પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એલ.જી. હરિયા સ્કુલની ધો.9 ની વિદ્યાર્થિની ઠકકર ગુંજ વિશ્વાસભાઈ એ આ સ્પર્ધામાં વિજેતા થઈ હતી.
વિજેતા થયેલ ગંજ ઠકકરને અમદાવાદ ગુજરાત યુનિવર્સિટી ખાતે યોજાયેલ ભવ્ય કાર્યક્રમમાં રાજ્યપાલના હસ્તે સેમસંગ કંપનીનું ટેબલેટ ભેટ સ્વરૂપે પ્રાપ્ત થયું હતું. શાળાની આ વિદ્યાર્થિની આ ઉત્તમ સફળતા બદલ ઓશવાળ એજયુકેશન ટ્રસ્ટ અને એલ.જી. હરિયા સ્કુલ વતી આચાર્ય ધવલ પટ્ટ તથા સમગ્ર શાળા મંડળે અભિનંદન પાઠવ્યા હતાં.