જામનગર શહેરના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે યોજાનાર શ્રાવણી મેળાને લઇ તૈયારી શરુ થઇ ચૂકી છે. ગઇકાલે અહીં ગુજરી બજાર ભરાતા તંત્રએ બજાર ખાલી કરાવી શ્રાવણી મેળાની તૈયારીઓ શરુ કરી હતી.
જામનગર મહાનગરપાલિકા દ્વારા આગામી તા. 20 ઓગસ્ટથી શ્રાવણી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જે માટે મનોરંજક સાધનો સ્ટોલવાળાને પ્લોટની ફાળવણી કરી જગ્યા મેળા સંચાલકોને સોંપવાની હતી. પરંતુ ગઇકાલે સવારે અહીં ગુજરીબજાર ભરાતાં જામ્યુકો એસ્ટેટ શાખાએ તમામને ત્યાંથી દૂર ખસેડયા હતાં અને પ્રદર્શન ગ્રાઉન્ડ ખાલી કરાવ્યું હતું. ત્યારબાદ પ્લોટની જાળવણી માટે માપણી સહિતની કામગીરી હાથ ધર હતી. મેળાના મનોરંજનની રાઇડના સંચાલકો સાધનો સાથે પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે પહોંચી ગયા હતાં. અનેક નાની-મોટી રાઇડના સાધનો પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે પહોંચતા શ્રાવણી મેળાનું કાઉન્ટ-ડાઉન શરુ થઇ ચૂક્યું છે અને તૈયારીનો ધમધમાટ ચાલી રહ્યો છે.