Monday, December 23, 2024
Homeરાજ્યહાલારવાડીનાર નજીક કાર તથા રિવોલ્વરને મૂકી પોલીસકર્મી નાસી ગયો...

વાડીનાર નજીક કાર તથા રિવોલ્વરને મૂકી પોલીસકર્મી નાસી ગયો…

પોલીસને ન છાજે એવું વર્તન કરતાં ગુનો નોંધાયો

- Advertisement -

ખંભાળિયાના પોલીસ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતા એક હેડ કોન્સ્ટેબલને વાડીનાર નજીક મોટરકારમાં ગફલતભરી રીતે નીકળતા પોલીસ કાર્યવાહી પૂર્વે તે કાર અને તેની સાથેની રિવોલ્વર મૂકીને નાસી જતા આ અંગે વાડીનાર પોલીસમાં ગુનો નોંધાયો છે.

- Advertisement -

આ સમગ્ર બનાવ અંગેની પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળતી વિગત મુજબ ખંભાળિયામાં પોલીસ હેડ ક્વાર્ટર્સ ખાતે હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા અને અન્ય જિલ્લામાંથી અત્રે આવેલા સંજયભાઈ ભીમાભાઈ આહીર ગઈકાલે રવિવારે બપોરના સમયે ખંભાળિયા તાલુકાના વાડીનાર પાસેના ભરાણા ગામ નજીક આવેલી ધીંગેશ્વર ચેકપોસ્ટ પાસેથી તેમની જીજે-03-એફ-6215 નંબરની ક્રેટા મોટરકાર લઈને ગફલતભરી અને જોખમી રીતે નીકળતા બાદમાં પોલીસ કર્મી સંજયભાઈ આ સ્થળે પોતાની કાર રેઢી મૂકીને નાસી ગયો હતો.

રૂપિયા 12 લાખની કિંમતની આ કારનું પોલીસે ચેકીંગ કરતાં તેમાં રૂપિયા એક લાખની કિંમતની રિવોલ્વર ઉપરાંત રૂપિયા 500 ની કિંમતના પાંચ કાર્ટિજ પણ મળી આવ્યા હતા. આમ, કુલ રૂપિયા 13,00,500 નો મુદ્દામાલ મૂકી અને નાસી ગયેલા પોલીસ કર્મી સંજયભાઈ આહીર સામે વાડીનાર મરીન પોલીસ મથકના પી.એસ.આઈ. એ.બી. જાડેજાએ ફરિયાદી બની અને આઈ.પી.સી. કલમ 279 તથા એમ.વી. એક્ટની કલમ હેઠળ ગુનો વાડીનાર મરીન પોલીસ મથકમાં નોંધવામાં આવ્યો છે.

- Advertisement -

એક પોલીસ મેનને ન શોભે તેવું વર્તન કરતા આ પોલીસ કર્મીની અટકાયત સહિતની આગળની તપાસ ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિના વડપણ હેઠળ હાથ ધરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular