Monday, December 23, 2024
Homeરાજ્યખંભાળિયા પંથકના બે સ્થળોએ ધમધમતા જુગારધામ પર પોલીસ ત્રાટકી

ખંભાળિયા પંથકના બે સ્થળોએ ધમધમતા જુગારધામ પર પોલીસ ત્રાટકી

ત્રણ મહિલાઓ સહિત 12 ઝડપાયા, બે ફરાર

- Advertisement -

ખંભાળિયાથી આશરે 18 કિલોમીટર દૂર વડાલીયા સિંહણ ગામની મોરા વાડી વિસ્તારમાં રહેતા ભુરાભાઈ સામતભાઈ ચાવડા નામના 43 વર્ષના શખ્સ દ્વારા પોતાના રહેણાંક મકાનમાં પોતાના અંગત ફાયદા માટે નાલ ઉઘરાવીને રમાતા જુગારના અખાડા પર પોલીસે રાત્રિના આશરે સાડા દસેક વાગ્યાના સમયે દરોડો પાડી, આ સ્થળેથી ભુરા સામતભાઈ સાથે કાનાભાઈ ભીખાભાઈ કરમુર, વિજય દેવાતભાઈ ચાવડા, મયુરસિંહ બહાદુરસિંહ જાડેજા, શહેનાઝબેન અલતાફભાઈ વડગામા, કૃપાબા ગીરીરાજસિંહ ચનુભા ઝાલા અને મધુબેન રણમલભાઈ ધનાભાઈ કરમુર નામના કુલ સાત વ્યક્તિઓને ઝડપી લીધા હતા.

- Advertisement -

પકડાયેલા આ વ્યક્તિઓ પાસેથી પોલીસે રૂપિયા 30,600 રોકડા, રૂ. 30,500 ની કિંમતના સાત નંગ મોબાઈલ ફોન તથા રૂપિયા 50 હજારની કિંમતના ત્રણ મોટરસાયકલ મળી કુલ રૂપિયા 1,11,100 નો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે.

આ દરોડા દરમિયાન યુનુસ ઉમર અને નવાજ અસલમ સુમરા નામના બે શખ્સો નાસી છૂટ્યા હોવાનું જાહેર થયું છે. ખંભાળિયા પોલીસ દ્વારા જુગારધારાની કલમ મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી. અન્ય એક દરોડામાં ખંભાળિયા તાલુકાના નાના માંઢા ગામે રહેતા સુનિલ રમણીકભાઈ જોશી નામના વિપ્ર શખ્સ દ્વારા પોતાના મકાનમાં અંગત કાયદા માટે નાલ ઉઘરાવી અને રમાડાતા જુગારમાં સચિન દિનેશભાઈ મકવાણા, અશોક બાબુભાઈ જોશી, રાજા આશાભાઈ ફફલ અને રસિકગર ઉમેદગર મેઘનાથી નામના કુલ પાંચ શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા. આ દરોડામાં પોલીસે કુલ રૂપિયા 10,500 નો મુદ્દામાલ કબજે કર્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular