ખંભાળિયા – દ્વારકા ધોરી માર્ગ પર અત્રેથી આશરે 22 કિલોમીટર દૂર બેહ ગામના પાટીયા પાસેથી પસાર થઈ રહેલા નંબર પ્લેટ વગરના એક બુલેટ મોટર સાયકલના ચાલકને ટ્રાફિક પોલીસે અટકાવતા બુલેટ ચાલક પોલીસની સૂચનાને અવગણીને બેફીકરાઈપૂર્વક અને ભયજનક રીતે નાસી છૂટ્યો હતો પરંતુ પોલીસે તેનો પીછો કરી અને ઝડપી પાડ્યો હતો.
જામનગરમાં ગુરુદ્વારા ચોકડી નજીક પત્રકાર સોસાયટીમાં રહેતો કિશન ઉર્ફે ક્રિષ્ના દેવાભા મકવાણા નામનો શખ્સ આ રીતના ડ્રાયવિંગ લાયસન્સ અને હેલ્મેટ પહેર્યા વગર પોલીસના ઈશારાને અવગણીને નાસી છૂટતા પોલીસે તેને ઝડપી લીધા બાદ તેની સામે આઈપીસી કલમ 129, 179 (1), 184, 3-181 વિગેરે મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી એએસઆઈ જે.પી. જાડેજા દ્વારા હાથ ધરવામાં આવી છે.