અફઘાનિસ્તાન પર તાલિબાનનું નિયંત્રણ આવી ચૂક્યું છે. ત્યાંનું પ્રશાસન તાલિબાન નેતૃત્વને સત્તા હસ્તાંતરિત કરવા માટે વાતચીત કરી રહ્યું છે. આ સાથે અફઘાનિસ્તાનના લોકોમાં ડર પેદા થયો છે. ત્યારે સોશિયલ મીડિયામાં એક તસ્વીર વાયરલ થઇ રહી છે. જેમાં પ્લેનનો દરવાજો ખુલતાની સાથે જ એકી સાથે 800 જેટલા લોકો ઘુસી જાય છે. જયારે પ્લેનની ક્ષમતા 134 લોકોની હતી. પરંતુ ક્રૂ એ લોકોને બહાર નીકળવા ન કહ્યું અને 800 લોકો સાથે જ ઉડાન ભરવાનું નક્કી કર્યું.
સોશીયલ મીડિયામાં વાયરલ થઇ રહેલ આ તસ્વીર અમરિકન એરફોર્સના સી-17 ગ્લોબમાસ્ટરની છે. જેમાં 134 લોકોની ક્ષમતાના પ્લેનમાં 800 લોકો ઘુસી જાય છે જે પૈકી 650 જેટલા અફઘાન નાગરીકો હતા. જો કે એરપોર્ટ પર જેવો વિમાનનો ગેટ ખુલ્યો તેમાં ઘડાઘડ 800 લોકો ભરાઈ ગયા. અંદર ઘૂસેલા લોકો કોઈ પણ કિંમતે બહાર આવવા તૈયાર ન થયા. તેમને કહેવું હતું કે અફઘાનિસ્તાનમાં રોકાયા તો તાલિબાન મારી નાંખશે.
આખરે પ્લેનના ક્રૂ એ નિર્ણય લીધો. તેમણે 800 લોકોની સાથે પ્લેનને ટેકઓફ કરાવવાનો નિર્ણય લીધો. આ માટે સીટો કાઢી નાંખી. જે બાદ લોકો પ્લાનના ફર્શ પર બેસી ગયા. અમેરિકન વાયુ સેના તરફથી કોઈ ઔપચારિક નિવેદન આપવામાં આવ્યું નથી. જો કે મનાઈ રહ્યું છે કે મોટી સંખ્યામાં લોકોના બહાર આવવાનો આ રેકોર્ડ હોઈ શકે છે. 2013માં જયારે ફિલિપાઈન્સમાં ભયંકર તોફાન આવ્યું હતું ત્યારે અમેરિકાએ તેના સી-17 વિમાન દ્વારા 670 જેટલા લોકોને બહાર કાઢ્યા હતા.